KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે વિશ્વાસઘાત તેમજ છેતરપીંડીના ગુન્હાના પાંચ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા

તારીખ ૦૯/૦૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુન્હો ગઈ તા-૦૫/૦૨/૨૦૨૪ ના રોજ નોંધાયેલ હોય જે ગુન્હામાં મદારીના વેશમાં ત્રણ અજાણ્યાં ઈસમોએ ગામમાં મદારીનો ખેલ બતાવવા આવેલા અને ફરીયાદીના ઘરે જઈ તેઓને તમારા ઘરના માણસો જે દાગીના પહેરીને ગામમા ફરેછે. તેની ઉપર કોઇ ખરાબ નજર પડેલ છે. જેથી તમારા નાના છોકરાને તકલીફ થશે તેવું કહી અમો આવી વિધી કરી આપીએ છીએ તેમ કહી ફરીયાદને વિશ્વાસ આપી તેઓના ઘરમાં મુકેલ સોના ચાંદીના દાગીના ઉપર વિધી કરી પડશે તેમ કહી છેતરપીંડી કરી લઈ ગયેલ હોય સદર ગુન્હાની તપાસમાં હતા તે દરમ્યાન કાલોલ પોલીસ સ્ટેશન પો.સબ ઈન્સ.સી.બી.બરંડા નાઓને હ્યુમન સોસીસ તથા ટેક્નીકલ એનાલીસીસ થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે મદારીના વેશમાં આવેલા ત્રણ ઈસમો તથા બીજા બે મળી કુલ પાંચ આરોપીઓ આ ગુન્હામાં સંડોવાયેલ છે અને તેઓ સવારના સમયે હાંડીયા ચોકડી પાસે ભેગા થઈ નજીકના ગામોમાં મદારીનો ખેલ બતાવવા જાય છે તેવી બાતમી આધારે કાલોલ પોલીસ સ્ટેશન પો.સબ ઈન્સ.બી.બી.કાતરીયા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે વોચ તપાસમાં હતા તે દરમ્યાન બાતમી મુજબના ઈસમો આવતા તેઓને પકડી પાડી કાલોલ પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને પાંચેય ઈસમોની અલગ-અલગ પુછપરછ કરતાં છેતરપીંડીથી લઈ ગયેલ સોના ચાંદીના પૈકી ચાંદીના દાગીના આરોપી-રાજુનાથ ચતુરનાથ મદારી રહે. જુના હાંડીયા ગામ હાંડીયા ચોકડી પાસે તા-બાલાસિનોર જી-મવહસાગર નાઓના ઘરમાં સંતાડી રાખેલ છે તેવી હકીકત જણાવતાં બે પંચોના માણસો સાથે રાખી સી.આર.પી.સી. કલમ-૧૬૫ મુજબનો ઠરાવ કરી આરોપી રાજુનાથ ના ઘરે જઈ ઝડતી તપાસ કરતાં ચાંદીના દાગીનાનો મુદ્દામાલ મળી આવતા ગુન્હાના કામે કબજે લીધેલ છે. આમ, કાલોલ પો.સ્ટે.ના વિશ્વાસઘાત તેમજ છેતરપીંડીના ગુન્હાના પાંચ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ફરીયાદી પાસેથી લઈ ગયેલ ચાંદીના દાગીનાનો મુદ્દામાલ રિકવરી કરી અનડીટેક્ટ વિશ્વાસઘાત તેમજ છેતરપીંડીનો ગુન્હો ડીટેક્ટ કરી આરોપીઓ (૧) રાજુનાથ ચતુરનાથ મદારી (૨) સાવનનાથ રાજુનાથ મદારી (૩) કરણનાથ રાજુનાથ મદારી (૪) સાગરનાથ રાજુનાથ મદારી ચારયે રહે.જુના હાંડીયા ગામ તા-બાલાસિનોર જીલ્લા મહિસાગર (૫) પ્રેમનાથ નટવરનાથ મદારી રહે.કપડવંજ કરશનપુરા ફળીયું કપડવંજ ઉપરોક્ત પાંચેય પકડાયેલ આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરલે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!