દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી રાજેશ તન્નાએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી

મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મતદાન મથકોમાં સમાવિષ્ટ તમામ મતદારોની ખરાઇ તા.૧૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી ચાલશે
*****
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭-૧૦-૨૦૨૫ના પત્રથી તા.૦૧-૦૧-૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે. જે તા.૧૪-૦૨-૨૦૨૬ સુધી ચાલશે.
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર શ્રી રાજેશ તન્નાએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજી હતી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને આ કાર્યક્રમ અંગે માહિતગાર કર્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૦૪-૧૧-૨૦૨૫ થી તા.૧૧-૧૨-૨૦૨૫ સુધી ગણતરીનો સમયગાળો અને તા.૧૧-૧૨-૨૦૨૫માં મતદાન મથકોનું રેશનલાઈઝેશન/રી-એરેન્જમેન્ટ, તા.૧૨-૧૨-૨૦૨૫થી તા.૧૫-૧૨-૨૦૨૫ સુધી કંટ્રોલ ટેબલનું અપડેશન અને મુસદ્દા મતદારયાદીની તૈયારી, તા.૧૬-૧૨-૨૦૨૫ના રોજ મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ, તા.૧૬-૧૨-૨૦૨૫થી તા.૧૫-૦૧-૨૦૨૬ સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો રહેશે. તા.૧૬-૧૨-૨૦૨૫થી તા.૦૭-૦૨-૨૦૨૬ સુધીમાં નોટિસ તબક્કો (નોટિસ ઈશ્યુ કરવી, સુનાવણી અને ચકાસણી) ગણતરી ફોર્મ પર નિર્ણય અને ERO દ્વારા સમકાલીન રીતે હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવો. તેમજ તા.૧૦-૦૨-૨૦૨૬ના મતદારયાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણીપંચની પરવાનગી મેળવવી તથા ૧૪-૦૨-૨૦૨૬ના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ(SIR) દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ મતદાન મથકોમાં સમાવિષ્ટ તમામ મતદારોની ખરાઈ તા.૦૪-૧૧-૨૦૨૫ થી તા.૦૮-૧૨-૨૦૨૫ સુધીમાં થયેલ કામગીરીની વિગતો આપવામાં આવી જેમાં Uncollectable ફોર્મની વિગતો આ મુજબ છે: ૮૧ ખંભાળિયા વિધાનસભા વિસ્તારના ખંભાળિયા તાલુકામાં ૮૫૧૧ અવસાન, ૧૩૦૩૧ કાયમી સ્થળાંતર, ૧૪૧૯ ડુપ્લીકેટ, ૧૯૨૮ ગેરહાજર, અન્ય ૧૬૬૯ એમ કુલ ૨૬,૫૫૮. ભાણવડ તાલુકામાં ૩૦૩૩ અવસાન, ૫૦૧૬નું કાયમી સ્થળાંતર, ૪૦૬ ડુપ્લીકેટ, ૩૯૭ ગેરહાજર તેમજ અન્ય ૨૭ એમ મળી કુલ ૮૮૭૯ કુલ વિધાનસભા વિસ્તારમાં ૧૧,૫૪૪ અવસાન, ૧૮૦૪૭નું કાયમી સ્થળાંતર, ૧૮૨૫ ડુપ્લીકેટ, ૨૩૨૫ ગેરહાજર, અન્ય ૧૬૯૬ એમ મળી કુલ ૩૫૪૩૭.
જ્યારે, ૮૨ દ્વારકા વિધાનસભા વિસ્તારની વિગતો જોઈએ તો, દ્વારકા તાલુકામાં ૬૯૧૦ અવસાન, ૧૨૩૦૨નું કાયમી સ્થળાંતર, ૧૨૨૮ ડુપ્લીકેટ, ૬૨૯૫ ગેરહાજર તથા ૧૮૦ એમ કુલ ૨૬,૯૧૫ તેમજ કલ્યાણપુર તાલુકામાં ૪૯૦૦ અવસાન, ૮૧૭૬નું કાયમી સ્થળાંતર, ૫૪૦ ડુપ્લીકેટ, ૩૨૪ ગેરહાજર તથા ૨૩૨ અન્ય એમ મળી કુલ ૧૩૯૯૨ એમ વિધાનસભા વિસ્તારમાં કુલ ૧૧૮૧૦ અવસાન, ૨૦૪૭૮નું કાયમી સ્થળાંતર, ૧૭૬૮ ડુપ્લીકેટ, ૬૬૧૯ ગેરહાજર, અન્ય ૨૩૨ એમ મળી કુલ ૪૦૯૦૭.
જિલ્લાની બંને વિધાનસભાની વિગતો મળી જોઈએ તો તા. ૦૮-૧૨-૨૦૨૫ની સ્થિતિએ ૨૩૩૫૪ અવસાન, ૩૮૫૨૫નું કાયમી સ્થળાંતર, ૩૫૯૩ ડુપ્લીકેટ, ૮૯૪૪ ગેરહાજર, અન્ય ૧૯૨૮ એમ મળી જિલ્લામાં કુલ ૭૬૩૪૪ uncollectable ફોર્મ.
જેમાં ઉપરોક્ત દર્શાવેલ અવસાન/કાયમી સ્થળાંતરીત/ડુપ્લિકેટ/ગેરહાજર તથા અન્ય મતદારોના નામની યાદી જિલ્લાના તમામ બુથ વાઈઝ બુથ લેવલ ઓફિસર(BLO) દ્વારા માન્ય રાજકીય પક્ષોના બુથ લેવલ એજન્ટ(BLA) સાથે (BLO-BLA) મતદાન મથકો ખાતે બેઠકો યોજીને સોંપવામાં આવેલ છે. આવા મતદારોના નામોની પુનઃ ચકાસણી માટે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓના સહયોગ માટેની અપીલ કરવામાં આવી. વધુમાં, આ મતદારોની યાદી https://devbhumidwarka.nic.in પર ઉપલબ્ધ છે જે તમામ નાગરીકો જોઈ શકશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે EVM વેરહાઉસનું આંતરિક નિરીક્ષણ કર્યું હતું.
આ તકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એ.જે.રાજપુત, ખંભાળિયા પ્રાંત અધિકારી શ્રી કે.કે.કરમટા, ખંભાળિયા મામલતદારશ્રી તેમજ માન્ય રાજકીય પક્ષોના પ્રમુખશ્રી/પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.





