ગોધરા રેલવે સ્ટેશન ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા: આગામી સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે, તા. ૧૩/૦૮/૨૦૨૫ના રોજ ગોધરા રેલવે સ્ટેશન ખાતે દેશભક્તિની ભાવના ઉજાગર કરતી એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” થીમ પર આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
પશ્ચિમ રેલવે વડોદરા વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ યાત્રામાં સ્થાનિક પોલીસ કર્મચારીઓ, આર.પી.એફ.ના અધિકારીઓ અને કર્મચારીઓ, ગોધરા રેલવે સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ હોમગાર્ડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, મોટી સંખ્યામાં સ્થાનિક પ્રજાજનો પણ ઉત્સાહભેર આ યાત્રામાં જોડાયા હતા.યાત્રા દરમિયાન સૌએ તિરંગા ધ્વજ સાથે “વંદે માતરમ” અને “ભારત માતા કી જય” ના નારા લગાવ્યા હતા, જેનાથી સમગ્ર રેલવે સ્ટેશન પરિસરમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. આ કાર્યક્રમ દ્વારા સ્વતંત્રતા પર્વ અને સ્વચ્છતાના મહત્ત્વનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.






