DEVBHOOMI DWARKADWARKA

Dwarka : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા સફાઈ ઝુંબેશ

માહિતી બ્યુરો દેવભૂમિ દ્વારકા,
ગુજરાતના  પનોતાપુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા“ અભિયાનની શરૂઆત થઈ છે. ગુજરાતમાં દરેક ગામ-શહેરમાં નાગરિકો ઉત્સાહભેર આ અભિયાનમાં જોડાઇ રહ્યાં છે. આગામી તા. ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી ચાલનારા “સ્વચ્છતા હી સેવા“  અંતર્ગત વિવિધ સ્થળોની સફાઇ કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વિવિધ વિભાગો દ્વારા ખાસ પ્રયાસો કરીને સફાઈ અભિયાન ચાલી રહ્યું છે.
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત  દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા લોકોની સુરક્ષાની સાથે સાથે સ્વચ્છતા પ્રત્યે પણ જાગૃતિ લાવવામાં આવી રહી છે. જેમાં જિલ્લા પોલીસ દ્વારા સફાઈ અભિયાનમાં જોડાઈને આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ પોલીસ જવાનોએ સફાઈ અભિયાનમાં જોડાઈને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!