DEVBHOOMI DWARKADWARKA

દ્વારકા ખાતે તા.૧૦-૦૧-૨૦૨૩નાં રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

દેવભૂમિ દ્વારકા તા.૯,

                                     રાજ્ય સરકારશ્રી દ્વારા ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૧૦/૦૧/૨૦૨૩નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે હેલિપેડ ગ્રાઉન્ડ, રૂક્ષ્મણી મંદિર પાસે, દ્વારકા ખાતે આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે.પતંગ મહોત્સવના ઉદઘાટક સાંસદશ્રી પૂનમબહેન માડમ રહેશે. આ પતંગ મહોત્સવમાં આતિથિ વિશેષ તરીકે દ્વારકાના ધારાસભ્યશ્રી પબુભા માણેક, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રાજીબેન મોરી, દ્વારકા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જ્યોતિબેન પી. સામાણી સહિતના ઉપસ્થિત રહેશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!