DEVBHOOMI DWARKAKHAMBHALIYA

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે વન અને પર્યાવરણ- પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ

***

સ્વસ્થ આરોગ્ય રહે તે માટે  યોગ જરૂરી: યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે:મંત્રી શ્રી મુળુભાઈ બેરા

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

નાગરિકોના સ્વાસ્થ્યની સલામતી કેળવાઈ તે હેતુથી તા.૨૧ જૂનના રોજ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. દેવભૂમિ દ્વારકાના મુખ્યમથક જામ ખંભાળીયાની જૂની લોહાણા મહાજન વાડી, ગાડીત પાડો ખાતે કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા સહિત મહાનુભાવોની  ઉપસ્થિતીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે પ્રાસંગિક ઉદબોધન કરતા કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું કે, સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર ભારત ભૂમિ છે. યોગ ભારતીય સંસ્કૃતિની દેન સ્વસ્થ જીવન માટે તે જરૂરી છે.

યોગને વિશ્વફલક પર પ્રસ્થાપિત કરવાનો શ્રેય ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪માં યુએનની મહાસભામાં ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઘોષિત કરવા પ્રસ્તાવ રાખ્યો હતો. જેને સ્વીકારી વર્ષ ૨૦૧૫થી ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.

વધુમાં જણાવ્યું કે, સ્વાસ્થ્યપ્રદ જીવન માટે યોગનો ભાગ મહત્વનો છે. આપણો પરિવાર કાયમી યોગ કરતો થાય તે જરૂરી છે. તંદુરસ્ત સમાજના નિર્માણ થકી જ તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ શક્ય છે.

આ ઉપરાંત નાગરિકોને યોગમય જીવનનું નિર્માણ કરવા પણ જણાવ્યું હતું. યોગથી શારીરિક અને માનસિક વિકાસ થાય છે. તેથી રોજિંદા જીવનમાં યોગને સામેલ કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.

        આ પ્રસંગે સુરતથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના તથા અમેરિકાથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના યોગની મહત્તા સમજાવવતા પ્રવચનને ઉપસ્થિત લોકોએ જીવંત પ્રસારણ   નિહાળ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત સર્વેએ વિવિધ યોગાસનો કરી ઉત્સાહભેર યોગ દિવસની ઉજવણી કરી હતી.

આ તકે જિલ્લા કલેકટરશ્રી અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. ડી.ધાનાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મયુરભાઈ ગઢવી, પૂર્વ ધારાસભ્યશ્રી મેરામણભાઈ ગોરિયા, અગ્રણીશ્રી ભરતભાઈ ચાવડા, શૈલેષભાઈ કણઝારીયા, પ્રાંત અધિકારીશ્રી પાર્થ કોટડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!