DEVBHOOMI DWARKAKHAMBHALIYA
ખંભાળિયા નગરપાલિકા દ્વારા નગરપાલિકા ગાર્ડન ખાતે “સ્વછતા હી સેવા ૨૦૨૫” કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ
માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા
સ્વચ્છ ભારત મિશન તેમજ નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, જે ઉપક્રમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નગરપાલિકા દ્વારા નગરપાલિકા ગાર્ડન ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં વિવિધ શાળાઓની બાળાઓએ ભાગ લઈ સ્વછતા થીમને કેન્દ્રમાં રાખીને વિવિધ ચિત્રો દોરી લોકોને સ્વચ્છતા જાળવવા સંદેશો આપ્યો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રચનાબેન મોટાણી, ઉપપ્રમુખશ્રી વિષ્ણુભાઈ જી. પતાણી, કારોબારી ચેરમેન શ્રીમતિ રેખાબેન જે. ખેતીયા, ચીફ ઓફિસરશ્રી રાહુલકુમાર કે. કરમુર તથા સેનિટેશન શાખા સ્ટાફ અને શાળાઓના આચાર્યશ્રીઓ તથા શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા.