DEVBHOOMI DWARKADWARKA

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૬૩૪ મતદાન મથકોમાં Know Your Polling Station કેમ્પેઈન યોજાયું

૧૫ હજારથી વધુ મતદારોએ કેમ્પેઈનમાં સહભાગી થઈ વિવિધ જાણકારી મેળવી

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

        દેવભૂમિ દ્વારકા  Know Your Polling Station કેમ્પેઈન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬૩૪ મતદાન મથકો પર મતદારોને મૂંઝવતી બાબતે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ કેમ્પેઈનમાં ૧૫ હજારથી વધુ મતદારો સહભાગી બન્યા હતા. ઉપરાંત ચુનાવ પાઠશાળાના માધ્યમથી મતદાન જાગૃતિ કરવામાં આવી હતી.

        ઘણી વખત મતદાન મથકનું સ્થળ ખબર ન હોવા ના કારણે અથવા તો મતદાન માટે જરૂરી ઓળખના પુરાવા અને એકથી વધુ પોલિંગ સ્ટેશન ધરાવતા પોલિંગ સ્ટેશન પર ક્યાં મતદાન મથકમાં મતદાન માટે જવાનું છે, તેની જાણકારીના અભાવે મતદારો મતદાન મથકે મૂંઝવણ અનુભવતા હોય છે. ત્યારે આ માટે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલા Know Your Polling Station કેમ્પેઈનના માઘ્યમથી આ પ્રકારની મતદારોની તમામ મૂંઝવણો બુથ લેવલ ઓફિસર સહિતના કર્મચારીઓ દ્વારા દૂર કરવામાં આવી હતી.

        ઉપરાંત મતદારોને મતદાન મથક ખાતે પ્રાપ્ય સુવિધાઓની જાણકારી આપવામાં આવી હતી. સાથે જ મતદાન મથકો પર જરૂરી નિદર્શન કરવામાં આવ્યું હતું.

        આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે ૧૪ સખી મતદાન મથકો, ૨ PwD મથદાન મથકો, ૨ આદર્શ મતદાન મથકો તથા ૧ યુવા સંચાલિત મતદાન મથક પર પણ આજ પ્રકારે Know Your Polling Station કેમ્પેઈન હાથ ધરાયું હતું. આમ જુદા જુદા મતદાન મથકો અને મતદાન પ્રક્રિયા વિશે જાણકારી આપવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!