DEVBHOOMI DWARKADWARKAKHAMBHALIYA

દેવભૂમિ દ્વારકા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે સામુહિક ગાન તથા સ્વદેશીના શપથ ગ્રહણ કરાયા

પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા

*****

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

રાષ્ટ્રીય સ્વતંત્રતા દરમિયાન રાષ્ટ્ર ગીત વંદે માતરમના માધ્યમથી સમગ્ર સ્વતંત્રતા ચળવળ એક તાંતણે બંધાઈ હતી અને એક નવી ઉંચાઈ હાંસલ કરી હતી. ભારતનું રાષ્ટ્રગીત આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. વર્ષ ૧૮૭૫માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળના દરમિયાન રાષ્ટ્રીય ગીત ‘‘વંદે માતરમ’’એ દેશવાસીઓમાં રાષ્ટ્ર ચેતના પ્રગટાવી હતી અને દેશવાસીઓને માતૃભૂમિના ગૌરવની એકસૂત્રતામાં બાંધ્યા હતા.

૭મી નવેમ્બર ૨૦૨૫ના રોજ તેને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ગૌરવંતા ક્ષણની ઉજવણી નિમિતે રાજ્ય સરકાર દ્વારા તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી.  જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પોલીસ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વંદે માતરમનું સમૂહગાન કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા સહિત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વદેશી શપથ ગ્રહણ કર્યા હતા.

Back to top button
error: Content is protected !!