GUJARATHALOLPANCHMAHAL

હાલોલ વડોદરા હાઇવે રોડ પર બાસ્કા નજીક બે કાર અને ચાર કન્ટેનર એક બીજાની પાછળ ઘુસી જતા સર્જાયો વિચિત્ર અકસ્માત

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૦.૧૦.૨૦૨૪

હાલોલ વડોદરા હાઇવે રોડ પર બાસ્કા નજીક બે કાર અને ચાર કન્ટેનર એક બીજાની પાછળ ઘુસી જતા સર્જાયેલા વિચિત્ર અકસ્માત માં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ અકસ્માત ને પગલે હાલોલ તરફ ના હાઇવે માર્ગ ઉપર ભારે ટ્રાફિક થઈ જતા તમામ વાહનો ને સર્વિસ રોડ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.વડોદરા થી હાલોલ તરફ આવતા ટોલ રોડ ઉપર આજે સાંજે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો.હાલોલ નજીક બાસ્કા બ્રિજ પાસે રોડ ઉપર પડેલા ખાડા ને કારણે પુર ઝડપે આવતી એક બલેનો કાર ના ચાલકે બ્રેક કરતા તે કાર ની પાછળ આવી રહેલી અન્ય એક કાર બલેનો સાથે ભટકાતા તેની પાછળ આવી રહેલા લોડિંગ ચાર કન્ટેનરો એક બીજાની પાછળ ઘુસી ગયા હતા.બે કાર ની પાછળ ત્રણ કન્ટેનર અથડાયા પાછી ચોથા કન્ટેનર ચાલકે અકસ્માત થી બચવા બ્રેક કરતા કન્ટેનર ટોલ રોડ ઉપર થી સર્વિસ રોડ ઉપર ઉતરી જતા તેની ડીઝલ ટેન્ક ફાટી ગઈ હતી. અકસ્માત બાદ હાલોલ તરફ નો ટોલ રોડ ચક્કા જામ થઈ જતા આગળ થી તમામ વાહનો ને સર્વિસ રોડ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.હાઇવે ઉપર પડેલા ખાડા ને કારણે થોડા સમય પહેલા પણ એક ટેન્કર આગળ જતાં કન્ટેનર પાછળ ભટકાતા તેની પાછળ આવતું અન્ય એક લોડિંગ કન્ટેનર ટેન્કર સાથે ભટકાતા આ સ્થિતિ ઉભી થઇ હતી.હાઇવે ના ટોલ રોડ ઉપર પડેલા ખાડા નું સમારકામ કરવામાં નહીં આવતા વારંવાર અકસ્માતો સર્જાય છે, જરોદ અને હાલોલ ની વચ્ચે અનેક ઠેકઠેકાણે મોટા ખાડાઓ પડી ગયા હોવાથી નાના વાહનચાલકો ને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે છતાં તગડો ટોલ વસુલતી કંપની દ્વારા રોડ નું સમારકામ કરવામાં આવતું નથી. આજે સાંજે આવા ખાડાઓ ને કારણે જ બલેનો ચાલકે અચાનક બ્રેક કરતા તેની પાછળ કાર અને તેની પાછળ એક પછી એક ચાર કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે તમામ વાહન ચાલકો ની સતર્કતા ને કારણે કોઈ મોટી જાનહાની થઈ નથી કે નથી કોઈ ઇજગ્રસ્ત થયું પરંતુ અનેક વાહનો ને ભારે નુકશાન થવા પામ્યું છે,અને અનેક અન્ય વાહન ચાલકો ટ્રાફિક માં ફસાયા હતા.

Back to top button
error: Content is protected !!