BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

છોટાઉદેપુર જિલ્લામાં બે માસ સુધી પરિભ્રમણ કરશે વિકસિત ભારત સંકલ્પ યાત્રા.

બોક્સ:-સરકારની યોજનાની માહિતી અને લાભો ઘર ઘર સુધી પહોચાડવા જીલ્લાની ૨૮૨ ગ્રા.પમાં ફરશે કેન્દ્ર સરકારના બે રથ.

સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે આપણા જિલ્લામાં આગામી તા.૧૫થી લગલગાટ બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરેક ગ્રામ પંચાયતમાં ફરવાની છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાને બે આધુનિક પ્રકારના રથોની ફાળવણી કરવામાં આવી છે. આ રથ તા. ૧૫ નવે.થી આપણા ગામમાં આગમન સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ ફરશે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ સંચાલન માટે ગાંધીનગરથી વિકાસ કમિશનર દ્વારા એક વીસી યોજવામાં આવી હતી. જનસેવાના ઉદ્દેશ સાથે યોજનાર આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવાના છે. યાત્રા દરમિયાન ૧૦૦% લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આવરી લેવાના આયોજન સાથે યોજનાની માહિતી લોકો સુધી પહોંચે તે માટે ગામડાઓમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!