GODHARAGUJARATPANCHMAHAL

શહેરા તાલુકામાં એમ જી વી સી એલ ગોધરા વિભાગીય અંતર્ગત શહેરા-1 અને શહેરા-2 પેટા વિભાગીય કચેરી દ્વારા 7500 થી વધુ સ્માર્ટ મીટર લગાવાયા

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

શહેરા: મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા શહેરા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 7500 થી વધુ સ્માર્ટ મીટર સફળતાપૂર્વક લગાવવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રક્રિયામાં સરકારી વિભાગ ના વીજ કનેક્શન્સ ને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે.

એમ જી વી સી એલ ગોધરા વિભાગીય કચેરી અંતર્ગત આવતી, શહેરા-૧ પેટા વિભાગીય હેઠળ 5000 થી વધુ અને શહેરા-૨ પેટા વિભાગીય કચેરી હેઠળ 2500 થી વધુ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. હાલ શહેરાના શહેરી વિસ્તારોમાં ૧,૩૦૦થી વધુ મીટર લગાવાઈ ચૂક્યા છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં પણ આ કામગીરી વેગવંતી બની રહી છે.

તાજેતરમાં, શહેરા તાલુકા નું પ્રથમ એવા મિઠાપુર ગામમાં સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ કામગીરીની સફળતાનો શ્રેય ગામના સરપંચ વષૉબેન સંજયભાઈ સોલંકી અને ગ્રામજનોના સહયોગને જાય છે. જેમણે આ પ્રક્રિયાને સરળ બનાવી હતી. વધુ માં હાલ માં તડવા, બામરોલી, દલવાડા, ડોકવા, ઉંમરપુર, પસનાલ, ધમાઈ, ધરોલા, નવાગામ, ખરેડીયા, અણીયાદ, નરસાણા, લીમ્બોદ્રા, બીલીથા, કવાલી, ધાંધલપુર, સાજીવાવ, વાંટા વછોડા, ગઢ, સંભાલી, શેખપુર, ભોટવા, ગમન બારીયા ના મુવાડા વિગેરે ગામડા ઓ માં પણ સ્માર્ટ મીટર લાગી રહ્યા છે. સ્માર્ટ મીટર લાગવવાની સંપૂર્ણ કામગીરી દરમ્યાન લોકો ને સ્માર્ટ મીટર માટે જાગૃત કરવા અને સ્માર્ટ મીટર નો ઉપયોગ સમજાવવા, શહેરા – 1 પેટા વિભાગીય કચેરી ના નાયબ ઈજનેર શ્રી માણિયા સાહેબ તથા શહેરા – 2 પેટા વિભાગીય કચેરી ના નાયબ ઈજનેર શ્રી સિંઘ સાહેબ દ્વારા ભગીરથ પ્રયત્નો કરવામાં આવેલ તથા વિભાગીય કાચેરી ના કાર્ય પાલક ઈજનેર શ્રી ભટ્ટ સાહેબ દ્વારા સતત માર્ગદર્શન પાઠવવા માં આવી રહ્યું છે. સ્માર્ટ મીટરના કારણે વીજ વપરાશનું ચોક્કસ માપન થશે અને ગ્રાહકોને બિલિંગમાં વધુ પારદર્શિતા મળશે, સાથે સાથે પોતાના વીજ વપરાશ નું નિયમન પણ કરી શકશે. આ પ્રોજેક્ટથી વીજ વિતરણ વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે તેવી અપેક્ષા છે.

Back to top button
error: Content is protected !!