
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા ,તા-૧૨ ઓકવ્ટોબર : કાસ સપ્તાહ-૨૦૨૪ ની ઉજવણીના ભાગરૂપે તાલુકા હેલ્થ ઓફીસ મુન્દ્રાનાં માર્ગદર્શન હેઠળ મુન્દ્રા તાલુકાના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ હતી,તેમજ તા-૧૧/૧૦/૨૦૨૪ નાં રોજ તમામ જગ્યાએ આયુષ્યમાન આરોગ્ય શિબિર નું આયોજન કરવામાં આવેલ હતું,જેમાં આયુષ્યમાન કાર્ડ,આભા કાર્ડ,આરોગ્ય તપાસ,ટી.બીનાં દર્દીઓનું ફોલોઅપ,ડિફરરન્સીયલ કેર હેઠળ તપાસણી,તથા જરૂરિયાત મંદ દર્દીઓને આશાપુરા કંપની તરફથી પોષણકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું,તેવું તાલુકા હેલ્થ સુપરવાઈઝર હરિભાઈ જાટીયા એ યાદીમાં જણાવ્યુ હતું.
 
				





