AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

વિકાસ સપ્તાહ 2025 : સાબરમતી રિવરફ્રન્ટ — ગુજરાતના વિકાસનો જીવંત પ્રતિક

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહ 2025 ના અવસરે શહેરના પ્રતીક સમાન બનેલા સાબરમતી રિવરફ્રન્ટ પર વિશેષ પ્રકાશ પડ્યો છે. દેશના પ્રથમ અને સૌથી સફળ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તરીકે સાબરમતી રિવરફ્રન્ટ આજે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે પ્રેરણાસ્થાન બની ગયું છે.

૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધા ત્યારથી રાજ્યમાં વિકાસની નવો અધ્યાય શરૂ થયો હતો. એમના દૃષ્ટિવંત નેતૃત્વ હેઠળ સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું સ્વપ્ન સાકાર થયું, જે આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

ક્યારેક ગંદકી, ઝૂંપડપટ્ટીઓ અને કચરાના ઢગલાથી ઘેરાયેલ સાબરમતી નદી આજે સ્વચ્છ, હરિયાળી અને આકર્ષક રૂપમાં ફરી જીવંત થઈ છે. ૨૦૧૨ સુધીમાં રૂ. ૪૫૫ કરોડના ખર્ચે નદીકાંઠે વસવાટ કરનારા દસ હજારથી વધુ પરિવારોને પુનર્વસન કરીને તેમને નવી વસાહતોમાં વસાવવામાં આવ્યા હતા. આ પગલાંથી નદીકાંઠાના વિસ્તારોમાં સ્વચ્છતા, સુરક્ષા અને સુવિધાઓમાં મોટો ફેરફાર આવ્યો છે.

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં બાયોડાઇવર્સિટી પાર્ક, ધોબી ઘાટ, ગુજરી બજાર, ઈવેન્ટ સેન્ટર, ફૂટપાથ અને ટ્રાફિક-મુક્ત માર્ગો જેવા અનેક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ સાથે “અટલ બ્રિજ” જેવી આઇકોનિક રચનાઓએ શહેરની શોભા અનેકગણી વધારી છે. ફ્લાવર શો, કાઇટ ફેસ્ટિવલ, મેરેથોન દોડ, ડ્રોન શો અને સાઇકલિંગ જેવી પ્રવૃત્તિઓ રિવરફ્રન્ટને સામાજિક અને સાંસ્કૃતિક જીવનનું કેન્દ્ર બનાવે છે.

રિવરફ્રન્ટ પર બનેલા સ્પોર્ટ્સ પાર્ક એ પણ રાજ્યના યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં ટેનિસ, સ્કેટિંગ, ક્રિકેટ, બાસ્કેટબોલ જેવી રમતો માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. ૩૬મી નેશનલ ગેમ્સ – 2022 દરમિયાન આ પાર્ક મુખ્ય કેન્દ્ર તરીકે ખ્યાતિ પામ્યું હતું.

હવે રિવરફ્રન્ટનો ફેઝ–૨ પણ ઝડપથી આગળ વધી રહ્યો છે. ડફનાળાથી ઈન્દિરા બ્રિજ સુધીની ૧૧ કિલોમીટરની લંબાઈમાં નદીના બન્ને કાંઠે ગ્રીન ડેવલપમેન્ટ હાથ ધરાયું છે. આ તબક્કામાં ગુજરાતનો સૌપ્રથમ “રબર બેરેજ–કમ–બ્રિજ” પણ બનશે, જે નદીના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોને સીધું જોડશે. કોરિયન ટેક્નોલોજીથી તૈયાર થનાર આ પ્રોજેક્ટથી પાણીનો સ્તર નિયંત્રિત થશે અને પુરથી કોઈ ખતરો નહીં રહે.

આ ઉપરાંત રિવરફ્રન્ટ પર રિવર ક્રૂઝ, બોટિંગ, કાયાકિંગ, નાઇટ મેરેથોન, ઓપન એર મૂવી, મ્યુઝિકલ કોન્સર્ટ જેવી અનેક રિક્રિએશનલ સુવિધાઓ ઉપલબ્ધ છે. દર મહિને હજારો અમદાવાદીઓ અને પ્રવાસીઓ અહીં આનંદ માણવા માટે ઉમટી પડે છે.

સાબરમતી રિવરફ્રન્ટ આજે માત્ર એક પ્રોજેક્ટ નથી, પરંતુ એ ગુજરાતના વિકાસ, દૃઢ સંકલ્પ અને સ્વચ્છ ભારતના સ્વપ્નનું જીવંત પ્રતિક છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિપૂર્વકના નેતૃત્વ અને સતત પ્રયત્નો દ્વારા આ પ્રોજેક્ટે અમદાવાદને વૈશ્વિક નકશા પર અનોખું સ્થાન અપાવ્યું છે.

‘વિકાસ સપ્તાહ 2025’ ની ઉજવણી દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ગુજરાતના સર્વાંગી વિકાસના અવિભાજ્ય પ્રતિક તરીકે ઝળહળી ઊઠ્યો છે — જ્યાં પરંપરા અને આધુનિકતાનું અદભુત સંગમ દેખાય છે.

Back to top button
error: Content is protected !!