DAHODGUJARAT

દાહોદ ના છાબ તળાવ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી

તા. ૧૧. ૧૦. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ:પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોરની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ છાબ તળાવ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી

ભારતના તત્કાલિન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સૌ પ્રથમ ૭ ઓક્ટોબર, ૨૦૦૧ ના રોજ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે ગુજરાતનો કાર્યભાર સંભાળવામાં આવ્યો હતો ત્યારથી શરૂ થયેલ વિકાસયાત્રાને અવિરત ચાલુ રાખી ૨૩ વર્ષની વિકાસયાત્રાની ઉજવણી માટે ૭ ઓક્ટોબર થી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે વિકાસ સપ્તાહ ઉજવણી ના ભાગ રૂપે આજે સાંજે દાહોદના હાર્દ સમા સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા આયોજન કચેરી હેથળ 103 વિવિધ વિકાસના કર્યો જેનો કુલ ખર્ચ 203 લાખ થાય છે તેનું ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે કરવામાં આવ્યું હતું આ વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમમાં જિલ્લા કલેકટર યોગેશ નીર્ગુડે, DDO, પ્રયોજના વહીવટદાર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય , તેમજ ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર , નગર પાલિકા પ્રમુખ , ઉપ પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!