CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH
થાનગઢ ચોટીલાના નવાસુરજ દેવળ મંદિરનો પાંચ કી.મી. રસ્તો બનાવવા માટે મુર્હુત નિકળશે?
તા.13/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ચોટીલાના રસ્તાથી અંદર પાંચ કી.મી.નો નવાસુરજદેવળ મંદિરનો રસ્તો ઘણા સમયથી નવો બનેલ નથી હાલ મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન ભક્તિ માટે આવતા હોય છે ત્યારે છેલ્લા બે વર્ષ થી મંજુરી પણ આપેલ હોય તેવા રસ્તા માટે પહોળાઈ વધારવા રજુઆત કરવામાં આવેલ છે પરંતુ આજદિન સુધી આ બાબતે મંજુરી મળેલ નથી ત્યારે શ્રધ્ધાળુઓ માં રોષ ભભુકી ઉઠ્યો છે ઘણા વર્ષો થી આ રસ્તાનું નવિનીકરણ કે રીપેરીંગ કામ થયેલ નથી આ નવાસુરજ દેવળ મંદિર ખાતે ગુજરાત ભરમાંથી દર્શાનર્થીઓ આવતા હોય છે ત્યારે ખરાબ રસ્તાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.