લીલીયા તાલુકામાં ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું

લીલીયા તાલુકામાં ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું
રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ અંતર્ગત ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ તાલુકા હેલ્થ કચેરી લીલીયા તથા ટીબી યુનિટ લીલીયા ના સંયુક્ત ઉપક્રમે સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીલીયા ખાતે તાલુકાના ગ્રામ્ય કક્ષાના 15 જેટલા ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર કીટ અપાય સરકારશ્રીના ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ દેશના તમામ સરકારી દવાખાનાઓમાં ટીબીનું નિદાન તથા સારવાર નિઃશુલ્ક ઉપલબ્ધ છે તેમ છતાં ટીબીના દર્દીઓને પોષણની કમી ન રહે તે માટે ટીબીના દર્દીઓને દત્તક લઈ પોષણક્ષમ આહાર કીટ આપવામાં આવે છે લીલીયા તાલુકાના ગ્રામ્ય કક્ષાએ સારવાર લઈ રહેલા આવા 15 જેટલા ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવામાં આવેલ હતી સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીલીયા ખાતે ફરજ બજાવતા ડોક્ટર પ્રતીક દોમડીયા,પરેશભાઈ ગોસાઈ, કલ્પેશભાઈ મકવાણા તથા સંજયભાઈ રાજપરા ટીબી સુપરવાઇઝર દ્વારા દર્દીઓને આરોગ્ય શિક્ષણ સારવારનો સમયગાળો કફ એટીકેટરર્સ પોષણ યોજના જેવા અનેક મુદ્દાઓથી માહિતગાર કરવામાં આવેલ હતા તથા ડોક્ટર પ્રતીક દોમડીયા દ્વારા તમામ દર્દીઓની આરોગ્ય તપાસની કરવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં ટીબીના દર્દીઓ ઉપરાંત તાલુકા હેલ્થ ઓફિસ લીલીયા તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીલીયા ના આરોગ્ય કર્મચારી સ્ટાફ હાજર રહેલ હતા લીલીયા તાલુકા હેલ્થ ઓફિસર સિધ્ધપુરા ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સંપૂર્ણ સફળ બનાવવા માટે ટીબી સુપરવાઇઝર સંજયભાઈ રાજપરા તથા આરોગ્ય કર્મચારી ભાર્ગવભાઈ ત્રિવેદી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ હતી તેમ ઇમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
યોગેશ કાનાબાર રાજુલા




