GUJARATSAYLA

ધજાળા ગામે ગેરકાયદેસર દબાણ મામલે ટી.ડી‌ઓને રજૂઆત કરાઈ.

સાયલાના ધજાળા ગામે ઉતરબુનિયાદી સ્કૂલની શેરીમાં થતું દબાણ અટકાવવા ટી.ડી.ઓ ને અરજી કરવામાં આવી.છનાભાઇ સાદુળભાઈ વિરુદ્ધ દબાણ મામલે અરજી દાખલ કરવામાં આવી.સાયલા તાલુકાના ધજાળા ગામે શાળા અને ઉત્તર બુનિયાદી વિદ્યાલય ની મેઈન બજાર માં ગામના રહીશ છના સાદુલ દ્વારા બજારમાં 3 -4 ફૂટ દબાણ કરી બજારમાં ચણતર કરી રહ્યા ની શેરીના રહીશો દ્વારા ગ્રામ પંચાયત તેમજ તલાટી અને તાલુકા વિકાસ અધિકારી ને લેખિત માં અરજી કરવામાં આવી. ધજાળા ગામની ઉત્તર બુનિયાદી વિદ્યાલય ની શેરીમાં બન્ને સેડે પથર ની આડસ કરી શેરી બંધ કરી છે જેથી રહીશો અને શાળાના વિદ્યાર્થીઓને તકલીફ નો સામનો કરવાનો વારો આવ્યો છે.ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા તત્કાલિક અસર થી બજારમાં થતું દબાણ હટાવવા ગ્રામજનોની માંગ ને લઈ ધજાળા ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત માં જાણ કરવામાં આવી છે.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!