DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધાંગધ્રા સીટી પોલીસના પીઆઇ પવિત્ર મકા શરીફ હજ પડવા જતા સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા ફુલની વર્ષા કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

તા.21/05/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા 15 મહિના થી વધુ સમયથી પીઆઇ તરીકે ફરજ બજાવતા એમ. યુ. મશી 31 મેના રોજ પવિત્ર મક્કા શરીફ હજ પડવા જઈ રહ્યા છે ત્યારે ધાંગધ્રા સીટી પોલીસના પીએસઆઇ વી. એસ. વાધેલા સહીત સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા પીઆઈ એમ. યુ. મશીનું ફૂલનો હાર પહેરાવી અને સાથે ફૂલની વર્ષા કરીને સમગ્ર સ્ટાફ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર વિશ્વના મુસ્લિમ સમાજના લોકો પવિત્ર હજ માટેની તૈયારીઓ સાઉદી અરબના મક્કામાં પરિપૂર્ણ થઈ છે 10મી જીલહજના રોજ લાખો મુસ્લિમો પવિત્ર મક્કામાં હજ અદા કરશે વિશ્વ ભરના તમામ મુસ્લિમો માટે જીવનમાં એકવાર અવશ્યપણે ફરજ થયેલી મકાની હજ કેવા બંદા માટે ફરજ છે જેમાં હજ પડવાના શું નિયમો છે કેવા આચરણ કરવા પડે હજ પઢી આવ્યા પછી કેવું જીવન જીવવું જોઈએ તેના કુરાન શરીફમાં સ્પષ્ટ નિયમો અને આદેશ છે ત્યારે હજ એ ખૂબ જ પવિત્ર ઇબાદત છે હજ માત્ર યાત્રા નથી જીવન અને પરમાત્મા અલ્લાહ વચ્ચેનો સેતુ છે હજ માટેના નિયમ અને ફરજ અદા કરનારને જ હજ પડવાનો અધિકાર છે જીવનમાં એકવાર હજ પડવી જોઈએ હાજી બનતા પહેલા ખરા અર્થમાં હજ પડવા જનાર વ્યક્તિને પાક બનવું પડે ત્યારે ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા 15 મહિનાથી વધુ સમયથી પીઆઇ તરીકે ફરજ બજાવતા એમ.યુ. મશી 31 મેના રોજ પવિત્ર મક્કા શરીફ હજ પડવા જઈ રહ્યા છે ત્યારે ધાંગધ્રા સીટી પોલીસના પીએસઆઈ વી. એસ. વાધેલા સહીત સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા પીઆઈ એમ.યુ. મશીનું ફૂલનો હાર પહેરાવી અને સાથે ફૂલની વર્ષા કરીને સમગ્ર સ્ટાફ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!