DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધ્રાંગધ્રા પ્રાંત અધિકારીએ રાજકમલ ચોક પાસે ફટાકડાની દુકાનમાં 1.50 લાખનો મુદ્દામાલ સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરી

તા.03/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી વિસ્તારોમાં અત્યારથી જ દિવાળીના તહેવારને ધ્યાને લઈ હોલસેલ અને રિટલ ફટાકડાના વેપારીઓ દ્વારા ફટાકડાનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે ત્યારે ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર હર્ષદીપ આચાર્યની ટીમ દ્વારા બાતમીના આધારે રાજકમલ ચોક પાસે ફટાકડાની રિટલ દુકાનને રેઈડ કરી રૂપિયા 1,50 લાખનો મુદ્દામાલ સીઝ મારવામાં આવ્યું હતું ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર હર્ષદીપ આચાર્ય તથા સીટી પોલીસને સાથે રાખીને ટીમ દ્વારા રાજકમલ ચોક પાસે ફટાકડાની રિટલ દુકાન લાયસન્સ વગર ખોલીને વેચાણ કરતા હોવાની બાતમીના આધારે રેઈડ કરવામાં આવી હતી જે દરમિયાન દુકાનમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ અલગ-અલગ ફટાકડાના બોક્સ કિંમત રૂપિયા 1,50000 નો અંદાજિત મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો જ્યારે પ્રાથમિક તપાસમાં મોહસીન અનવરભાઈ જેસડિયા રહે ફૂલગલી વાળા ની દુકાન હોવાની જાણવા મળ્યું હતું લાયસન્સ વગર ફટાકડાનો સંગરહ કર્યો હોવાનું બહાર આવ્યું હતું લાયસન્સ વગર ફટાકડાનો ધંધો કરનાર વેપારી સામે કાર્યવાહી હાથધરી હતી જ્યારે ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર હર્ષદીપ આચાર્યની રેઈડથી અન્ય વિસ્તારોમાં ફટાકડાનો સંગ્રહ અને વેપાર કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને શહેરમાં ફટાકડાના વેપારીઓ દુકાનો બંધ કરીને રફુ ચક્કર થઈ ગયા હતા.

Back to top button
error: Content is protected !!