ધરોલિયાની અમન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કરી બાળકોને રોપાનું વિતરણ કરાયું.


કલારાણી ખાતે સ્મશાન તેમજ કબ્રસ્તાનમાં વૃક્ષારોપણ કરી હાઈસ્કૂલમાં રોપાનું વિતરણ કરાયું.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાના ધરોલિયા સ્થિત અમન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કલારાણી ગામે સ્મશાન તેમજ કબ્રસ્તાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ કલારાણી ગામની શ્રી શાં.ગો. પટેલ સાર્વજનિક વિદ્યાલય ખાતે બાળકોને રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ ફૈજાન ખત્રીની આગેવાની હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજીક વનીકરણ પાવીજેતપુરના રેન્જના ફોરેસ્ટ ઓફિસર આર.એસ.બારીયા ,સામાજિક વનીકરણના વન રક્ષક એચ.એફ.ઝાલા, ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના કારોબારી સભ્ય મુબારકભાઈ ખત્રી તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અંદાજિત ૫૦૦ જેટલા વૃક્ષોનું રોપણ તેમજ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છેકે માનવજીવનમાં વૃક્ષોનું મોટું મહત્વ રહેલું છે. પર્યાવરણને હરિયાળુ રાખવા વૃક્ષો જરૂરી છે. રોજ હજારોની સંખ્યામાં વૃક્ષો કપાતા હોય છે ત્યારે જેટલા કપાય તેટલા જ નવા રોપાય તો પર્યાવરણનું સંતુલન જળવાઇ રહે.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર




