DHORAJIGUJARATRAJKOT

Dhoraji: ચીનના રહસ્યમય શ્વસન રોગની સંભવિત અસર સામે આરોગ્ય વિભાગ સતર્ક

તા.૫/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થાપન અંગે સમીક્ષા કરતા પ્રાંત અધિકારીશ્રી

Rajkot, Dhoraji: છેલ્લા કેટલાક દિવસોથી ચીનમાં જોવા મળેલા નવા રહસ્યમય વાઇરસના પરિણામે શ્વસન (ફેફ્સાને લગતા) રોગના દર્દીઓની સંખ્યામાં અનેકગણો વધારો જોવા મળી રહ્યો છે, આ રોગના વાઇરસનો સરહદ પાર પ્રસાર થાય તે પૂર્વે ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયેલ છે. અને વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક કક્ષાએ આરોગ્યલક્ષી સેવાની સમીક્ષા હાથ ધરવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં પણ કલેકટર શ્રી પ્રભવ જોશી દ્વારા હોસ્પિટલોમાં ઉપલબ્ધ વ્યવસ્થા અંગે સમીક્ષા હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. કલકેટરશ્રીના માર્ગદર્શન હેઠળ ધોરાજી પ્રાંત અધિકારીશ્રી અંકિત પટેલે સ્થાનિક સિવિલ હોસ્પિટલની સમીક્ષાર્થે આજરોજ મુલાકાત કરી હતી.

શ્રી પટેલે હોસ્પિટલ ખાતે વિવિધ વિભાગોની મુલાકાત દરમ્યાન હોસ્પિટલ સ્થિત ઓક્સિજન પ્લાન્ટની પણ મુલાકાત કરેલી હતી. અને પ્લાન્ટમાં ઓક્સિજન વાલ્વને નિયંત્રણ કરતા ટાઇમર ઓટોમાઇઝેશનમાં ખરાબી ધ્યાને આવતા તેને રીપેર કરવા અંગે તુર્ત જ કંપનીને જાણ કરવામાં આવી હતી. જે આગામી એક સપ્તાહમાં દૂર કરાશે તેમ શ્રી પટેલે જણાવ્યું છે.

હોસ્પિટલમાં હાલ ઓક્સિજનના ૩૦ સિલિન્ડર ઉપલબ્ધ છે. વર્તમાન સ્થિતિમાં કોઈ દર્દીને ઓક્સિજનની જરૂર પડે તો પણ આ સિલિન્ડર પર્યાપ્ત માત્રામાં હોવાનું સિવિલ સુપ્રિટેન્ડન્ટશ્રીએ જણાવ્યું છે.

આગામી સમયમાં ચીન દ્વારા સંક્રમિત શ્વસન રોગની અસર સ્થાનિક કક્ષાએ જોવા મળે તો પણ દર્દીઓને તવરિત સારવાર મળી રહે તે પ્રકારે હોસ્પિટલ ખાતે તમામ પ્રકારની આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું પ્રાંત અધિકારીશ્રીએ જણાવ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!