DHORAJIGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Dhoraji: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મોહરમ પૂર્વે ધોરાજીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ: શાંતિ અને સુરક્ષાનો સંદેશ

તા.૪/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Dhoraji: ધોરાજીમાં આગામી મોહરમના પવિત્ર તહેવાર ને ધ્યાનમાં રાખીને ધોરાજી પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા શાંતિપૂર્ણ માહોલ સુનિશ્ચિત કરવા માટે સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે ધોરાજીના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં શાંતિ અને ભાઈચારો જાળવવાનો અને અસામાજિક તત્વોને કોઈ પણ પ્રકારની ગતિવિધિ કરતા રોકવાનો છે. પોલીસ અધિકારીઓ અને જવાનોએ શહેરના સંવેદનશીલ વિસ્તારો અને જ્યાં મોહરમના તાઝિયા નીકળવાના હોય તેવા માર્ગો પર ચાલીને નિરીક્ષણ કર્યું હતું. આ પેટ્રોલિંગથી સ્થાનિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે..

Back to top button
error: Content is protected !!