MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ખરેડા ગામે ડેમમાંથી માટી કાઢવાના કોન્ટ્રાક્ટની અદાવતમાં વૃદ્ધ પર લાકડી વડે હુમલો

 

MORBI:મોરબીના ખરેડા ગામે ડેમમાંથી માટી કાઢવાના કોન્ટ્રાક્ટની અદાવતમાં વૃદ્ધ પર લાકડી વડે હુમલો

મોરબી તાલુકાના ખરેડા ગામે ઘોડાધ્રોઇ ડેમના પટમાંથી માટી કાઢવાના કામની અદાવત રાખીને એક શખ્સ દ્વારા વૃદ્ધ પર લાકડીના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર વૃદ્ધે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મૂળ મોરબી તાલુકાના ખરેડા ગામના વતની અને હાલ મોરબીના આલાપ પાર્ક-૨ માં રહેતા ખોડિદાસભાઈ અણદાભાઈ થડોદા (ઉં.વ. ૬૩) ને ખરેડા ગામે ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવા માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ કામકાજનું મનદુઃખ રાખીને ખરેડા ગામના જ વતની આરોપી મહેશભાઈ માવજીભાઈ ડાભીએ વૃદ્ધ સાથે ઝઘડો કર્યો હતો.

આરોપી મહેશભાઈએ ખોડિદાસભાઈને ભૂંડી ગાળો આપી, ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વૃદ્ધને ડાબા હાથમાં મૂઢ માર અને છોલછાલ જેવી ઈજાઓ પહોંચી હતી.

આ હુમલા અંગે ભોગ બનનાર ખોડિદાસભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી મહેશભાઈ માવજીભાઈ ડાભી વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!