વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દક્ષિણ ડાંગ વન વિભાગ વઘઇ ટીમ્બર ડેપોનાં ફોરેસ્ટર વાલ્મિકભાઈ નારાયણભાઈ પાટીલ તેમજ ચોથા વર્ગનાં કર્મચારી ભાઈકુભાઈ વયમર્યાદાને લઇ સેવા નિવૃત થતા વન વિભાગ વગઇ ટીમ્બર ડેપોનાં આર.એફ.ઓ શિલ્પાબેન દેશમુખ, વઘઇ રેન્જનાં આર.એફ.ઓ દિલીપભાઈ રબારી, તેમજ સરકારી સોમિલ વઘઇનાં આર.એફ.ઓ સંદીપભાઈ ચૌધરી જેઓની ઉપસ્થિતિમાં નિવૃત્ત શુભેચ્છા વિદાય સમારંભ રાખવામાં આવતા ઉપરોક્ત અધિકારીઓએ વાલ્મીકભાઈ પાટીલનાં વન વિભાગ કાર્યકાળ સમયના અનુભવો તેમજ ફરજ પરની નિષ્ઠા ભાવ વિશે પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.તે ઉપરાંત પરિવારનાં ભરતભાઈ પાટીલ અક્ષય પાટીલ જેમણે પ્રસંગ અનુસાર પ્રતિભાવો રજૂ કર્યા હતા.વાલ્મિકભાઈ પાટીલે વન વિભાગમાં 34 વર્ષ સુધી કરેલ નોકરીના અનુભવો શેર કરી ભૂતકાળની યાદો તાજી કરી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા વાલ્મિકભાઈ પાટીલ તેમજ ચોથા વર્ગનાં કર્મચારી ભાઈકુભાઈને પુષ્પગુચ્છ શ્રીફળ આપી સાલ ઓડાડી સન્માનિત કરાયા હતાં…
મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરના 69માં મહાપરીનિર્વાણ દિવસ નિમિત્તે કેન્ડલ માર્ચ યોજાઈ.
દેવાના કારણે આત્મહત્યા કરનાર ખેડૂતના પરિવારની મુલાકાત લેશે અરવિંદ કેજરીવાલ: અજિત લોખીલ AAP
AAP ધારાસભ્ય ગોપાલઇટાલીયા પર કરવામાં આવેલ હુમલા પર પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની પ્રતિક્રિયા
Follow Us