ધ્રાંગધ્રા તપોવન વિદ્યાલય દ્વારા થનગનાટ કાર્યક્રમ થકી સ્કૂલના 20 વર્ષની ઉજવણી

તા.03/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર સ્થિત તપોવન વિદ્યાલય દ્વારા થનગનાટ નામે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં LKG થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા અને સંસ્કૃતિનું મનમોહક પ્રદર્શન કર્યું હતું કાર્યક્રમની શરૂઆત પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યના કરકમળે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી શરૂઆતમાં નાના ભૂલકાઓ દ્વારા રજૂ કરાયેલ પ્રાર્થના ગીત અને નૃત્યએ સમગ્ર વાતાવરણને ભાવસભર અને આનંદમય બનાવી દીધું હતું આ કાર્યક્રમ માટે જિલ્લાના જાણીતા કોરિયોગ્રાફર મૈત્રી ગાંધી દ્વારા વિદ્યાર્થીઓને પ્રાર્થના ગીત, સેલિબ્રેશન થીમ, દેશભક્તિ થીમ સહિત વિવિધ નૃત્યોની ખાસ તાલીમ આપવામાં આવી હતી તેમની માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ આત્મ વિશ્વાસ સાથે શિસ્તબદ્ધ અને આકર્ષક નૃત્ય પ્રસ્તુતિ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા કાર્યક્રમ દરમિયાન રામાયણ આધારિત થીમ, પરંપરાગત તલવારબાજી રાસ, સ્ટેટ કલ્ચર પ્રોગ્રામ તેમજ દેશના ગૌરવનું પ્રતિબિંબ દર્શાવતી ઓપરેશન સિંદુર જેવી દેશભક્તિ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી જેને ઉપસ્થિત દર્શકો તરફથી ભારે પ્રશંસા મળી હતી આ સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના વાલીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓની કલાપ્રતિભાને ખુલ્લા દિલથી બિરદાવ્યા હતા કાર્યક્રમનું સફળ આયોજન તપોવન વિદ્યાલયના સંચાલક વિપુલભાઈ પટેલ, પંકજભાઈ લોરિયા તથા સમગ્ર શિક્ષકગણની અવિરત મહેનત અને સંકલનથી શક્ય બન્યું હતું કુલ મળીને થનગનાટ કાર્યક્રમ દ્વારા તપોવન વિદ્યાલયે શિક્ષણ સાથે સંસ્કાર, સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવનાનું સુંદર સંયોજન રજૂ કર્યું હતું.




