KALOL(Panchamahal)PANCHMAHAL
સુખિયાપુરી પ્રાથમિક શાળામાં થઈ રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી.
તારીખ ૦૮/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ ગોધરા તાલુકાની સુખિયાપુરી પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષકો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત સૌ પ્રથમ શાળાના આચાર્યશ્રી વિનોદભાઈ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું. ત્યારબાદ બાળકોમાં રાખડી બનાવટનું કૌશલ્ય વિકસે તથા તેઓમાં વ્યાવસાયિક સજ્જતા વધે તે હેતુથી રાખડી બનાવટની પ્રવૃત્તિ પણ કરાવવામાં આવી હતી. એટલું જ નહીં, બાળકોએ બનાવેલી રાખડીઓને શાળાના દીકરીઓમાં વિતરણ કરી એ જ રાખડીઓથી શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.