વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- વાંસદા ડાંગ
ડાંગ જિલ્લાનાં ઇકો સેન્સિટિવ ઝોન અંગે આહવા તાલુકાના શામગહાન વિસ્તારના ગામોમાં વાંસદા – ચીખલીનાં લડાયક ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ત્યારે આ કાર્યક્રમમાં આગામી સમયમાં મોટા જન આંદોલન કરવા માટે સૌને આહ્વાન કરવામાં આવ્યુ હતુ.ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન અંગે આહવા તાલુકાના શામગહાન વિસ્તારના ગામોમાં સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ સંવાદ કાર્યક્રમનું આયોજન આદિવાસી નેતા અને વાંસદાનાં ધારાસભ્ય અનંતભાઇ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યુ હતુ.ત્યારે આ કાર્યક્રમમાં અનંતભાઇ એ જણાવ્યુ હતુ કે,સરકાર દ્વારા નીત નવા પ્રોજેક્ટો આદિવાસી વિસ્તારોમાં લાવવામાં આવી રહ્યા છે. જેમાં જે પ્રોજેક્ટો આદિવાસી અસ્મિતા,આદિવાસી અસ્તિત્વ માટે જોખમ રૂપ હશે,જેનો મક્કમતાપૂર્વક સામનો કરવામાં આવશે.તેમજ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મુકેશભાઈ પટેલે ઇકો સેન્સિટિવ ઝોન બાબતે માહિતી આપી હતી.અને આદિવાસીઓનું જળ, જંગલ અને જમીન બચાવવા સૌ સંગઠિત થાય અને બંધારણીય અધિકાર મુજબ રૂઢિગત ગ્રામસભા બનાવી આદિવાસી હકક અને અધિકાર સુરક્ષિત કરી આદિવાસીઓને બચાવવા સૌ આગળ આવે અને જન આંદોલનમાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી હતી.વધુમાં આહવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુભાષભાઈ એ આવનારા સમયમાં કરવાના કાર્યક્રમો વિષે લોકોને માહિતગાર કર્યા હતા.શામગહાન વિસ્તારના આગેવાનો અને યુવાનોએ સુંદર આયોજન કર્યું હતું.જેમાં ગામના આગેવાનો,ગામના ભાઈઓ બહેનો તેમજ પાટીલ ,કારભારી ઉપસ્થિત રહ્યા હતા.આ સંવાદ કાર્યક્રમમાં આગામી સમયમાં મોટા જન આંદોલન કરવા માટે સૌને આહ્વાન કરવામાં આવ્યુ હતુ..