GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લામાં ૧૬ ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેનો થશે પ્રારંભ…

મહીસાગર જિલ્લામાં ૧૬ ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેનો થશે પ્રારંભ…

રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર

મહીસાગર જિલ્લામાં આગામી તારીખ ૧૬/૦૮/૨૦૨૬થી ડિજિટલ ક્રોપ સર્વેની મહત્વકાંક્ષી કામગીરીનો સત્તાવાર પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ યોજના હેઠળ જિલ્લાના ખેડૂતોના ખેતર પર જઈ કયા પાકનું વાવેતર થયું છે તેની સચોટ વિગતો એકત્ર કરવામાં આવશે. આધુનિક ટેકનોલોજીના સમન્વય સાથે હાથ ધરવામાં આવનાર આ સર્વેની પ્રક્રિયા સંપૂર્ણપણે એન્ડ્રોઇડ મોબાઈલ એપ્લિકેશન આધારિત રહેશે.

સર્વેયર દ્વારા ખેડૂતના ખેતર પર રૂબરૂ જઈને ત્યાં વાવેલા પાકના ફોટોગ્રાફ્સ લેવાના રહેશે. આ સમગ્ર કામગીરી જીપીએસ આધારિત હોવાથી ખેતીવાડીના આંકડાઓને વધુ પારદર્શક અને ડિજિટાઈઝ કરવામાં મોટી સફળતા મળશે. આ ડિજિટલ સર્વેક્ષણની કામગીરીમાં જોડાનાર વ્યક્તિઓ માટે વહીવટી તંત્ર દ્વારા આકર્ષક મહેનતાણું જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ, સર્વેયર તરીકે કામગીરી કરનાર વ્યક્તિને એક પાકના સર્વે માટે રૂપિયા ૧૦ અને એકથી વધુ પાક હોય તેવા કિસ્સામાં રૂપિયા ૧૨ મુજબ મહેનતાણું ચૂકવવામાં આવશે. આ રકમ સીધી જ સર્વેયરના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ યોજનાની ખાસિયત એ છે કે તેમાં સર્વેયર તરીકે જોડાવા માટે કોઈ ચોક્કસ વય મર્યાદા કે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત નિર્ધારિત કરવામાં આવી નથી.

માત્ર એન્ડ્રોઇડ મોબાઈલનો ઉપયોગ કરતા આવડતું હોય તેવી કોઈપણ વ્યક્તિ આ કામગીરી કરી શકશે. ડિજિટલ ક્રોપ સર્વેમાં સર્વેયર તરીકે સેવા આપવા ઈચ્છતા ઉમેદવારોએ વહેલી તકે જરૂરી નોંધણી કરાવવાની રહેશે. રસ ધરાવતી વ્યક્તિઓએ જે તે તાલુકા પંચાયતની ખેતીવાડી શાખા અથવા પોતાના ગામના ગ્રામસેવક (ખેતી)નો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત લુણાવાડા ખાતે આવેલી નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની કચેરીના ખેતી મદદનીશનો સંપર્ક

Back to top button
error: Content is protected !!