GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
ગુનેબો કંપની તરફથી કાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર રેફરલ હોસ્પિટલ ખાતે ડીજીટલ એક્સરે મશીન નું લોકાર્પણ કરાયું

તારીખ ૨૧/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર રેફરલ હોસ્પિટલ ખાતે ગુનેબો ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા આપવામાં આવેલ ડીજીટલ એક્સરે મશીન નું લોકાર્પણ કાર્યાક્રમ રાખવામાં આવેલ હતો.આ ક્રાયક્રમમાં ગુનેબો ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપની નાં પ્રતિનિધિ શબ્યસાચી સેનગુપ્તા એમડી અને વાઇસ પ્રેસિડેન્ટ એશિયા,જવીન્દર સિહ પ્લાન્ટ હેડ હાલોલ,સંજય મકવાણા એચ.આર.મેનેજર અને ડો કિરણ મોણાની FMO સહિત કાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર નાં અધિકારી, કર્મચારી ઉપસ્થીત રહ્યા હતા.આ ડીજીટલ એક્સરે મશીન મળવાથી કાલોલ તાલુકા ની જનાતે ડિજિટલ એક્સ-રે મશીનની સુવિધા મળશે તેમજ તબીબી અધિકારી ને સચોટ નિદાન કરવામાં મદદ રૂપ થશે, આ પ્રસંગે ડૉ. એમ.વી.દોશી અધિક્ષક સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાલોલે ગુનેબો ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપની નો આભાર વ્યક્ત કાર્ય હતો.







