સુરેન્દ્રનગર જિલ્લામાં જર્જરિત સરકારી આવાસ તોડી પાડી નવ નિર્માણની કામગીરી શરૂ કરાઈ
માર્ગ અને મકાન વિભાગ દ્વારા આધુનિક રહેઠાણોનું નિર્માણ થશે

તા.26/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
માર્ગ અને મકાન વિભાગ દ્વારા આધુનિક રહેઠાણોનું નિર્માણ થશે, સરકાર હંમેશા તેના અધિકારીઓ અને કર્મચારીઓને ઉત્તમ કાર્યક્ષેત્ર અને રહેઠાણની સુવિધા પૂરી પાડવા કટિબદ્ધ રહી છે આ જ પ્રતિબદ્ધતાના ભાગરૂપે સુરેન્દ્રનગર શહેરમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવેલા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના રહેઠાણ માટેના અત્યંત જર્જરિત કોમન પુલના ક્વાર્ટરોને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે લાંબા સમયથી જૂના અને બિન- ઉપયોગી બની ગયેલા આ ક્વાર્ટરોને કારણે ઊભા થતા સંભવિત જોખમ અને સુરક્ષાના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ તાત્કાલિક અસરથી આ મકાનો તોડી પાડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે હાલમાં આ જૂની ઇમારતોને પાડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સ્થળ જલ્દીથી નવા નિર્માણ માટે તૈયાર થઈ શકે વિભાગના વિસ્તૃત આયોજન મુજબ, આ જર્જરિત માળખાં સંપૂર્ણપણે તોડી પાડ્યા બાદ તે જ સ્થળ પર નવા અને આધુનિક સરકારી આવાસ એકમોનું નિર્માણ કરવામાં આવશે આ કામગીરી પૂર્ણ થતાંની સાથે જ નવા મકાનોના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવશે સરકારનું આ નવનિર્માણ કાર્ય એ જિલ્લાની તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ તેમજ કર્મચારીઓને ઉત્તમ, સલામત અને સુવિધાજનક રહેઠાણ મળી રહે તે દિશામાં એક મોટું અને પ્રેરક પગલું છે આ નિર્ણય દ્વારા સરકાર રાજ્યના સેવકોને એક તણાવમુક્ત અને રહેવા યોગ્ય વાતાવરણ પૂરું પાડવા પ્રતિબદ્ધ છે જેથી તેઓ તેમની ફરજો વધુ સારી રીતે નિભાવી શકે રહેઠાણની ઉત્તમ સુવિધા સીધી રીતે કર્મચારીઓના મનોબળ અને કાર્યક્ષમતામાં વધારો કરે છે જે આખરે નાગરિકોને અપાતી સેવાઓની ગુણવત્તા સુધારે છે નવા રહેઠાણની સુવિધા મળવાની આશાથી સરકારી કર્મચારીઓમાં પણ ઉત્સાહ અને સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે.




