રાષ્ટ્રીય નિર્માણ કાર્યમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહેલા બાકરોલ શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિને શિક્ષણમંત્રી રિવાબા જાડેજાના હસ્તે સન્માનિત કરાયા.

તારીખ ૦૬/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત રાજ્યના શિક્ષણ જગતમાં પોતાની અનન્ય કાર્યનિષ્ઠા અને પૂર્ણ પ્રતિબદ્ધતા થકી વિવિધ કક્ષાએ સંનિષ્ઠ કામગીરી કરી વિરલ સિદ્ધ હાંસલ કરનાર ગુરૂજીઓના સંકલન અને સંવાદિતા માટે ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડી ટીચર્સ ફેડરેશન સમર્પિત છે. તેની વાર્ષિક સાધારણ સભા અને શૈક્ષણિક અધિવેશન આનંદ નિકેતન સુઘડ, ગાંધીનગર ખાતે તા-૦૫/૦૧/૨૦૨૬ રોજ યોજાયું. તેમાં’બાળ દેવો ભવ’ અને સરકારી શાળા શ્રેષ્ઠ શાળાના સંકલ્પ સાથે વિદ્યાર્થીઓમાં એક ઉત્તમ નાગરિક ઘડતર થકી રાષ્ટ્રીય નિર્માણ કાર્યમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહેલા ,શિક્ષણ સાથે ભારતીય સંસ્કૃતિની પરંપરાઓ, મૂલ્યોનું વિદ્યાર્થીઓમાં સિંચન કરનાર, સમાજને શિક્ષણનું મહત્વ અને સામાજિક જનજાગૃતિનો સંદેશ આપનાર પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ ,રાજ્ય પારિતોષિક વિજેતાનું રાજયકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, અને પૂર્વ કેબિનેટ શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર દ્વારા સન્માન કરવામાં આવ્યું.આ સન્માન બાકરોલ પ્રાથમિક શાળા ,બાકરોલ ગામ, કાલોલ તાલુકા અને પંચમહાલ જિલ્લાનું સન્માન અને ગૌરવ છે.તેવો વિશેષ ભાવ દિનેશભાઇ પ્રજાપતિ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.






