સમીર પટેલ, ભરૂચ
પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશકુમાર ડી. સોલંકીના માર્ગદર્શન હેઠળ વેકેશનના અંતિમ દિવસે શાળામાં દિવાળીને ધ્યાનમાં રાખીને દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોએ માટીના દીવડા બનાવ્યા હતા. રંગોળી માટે શાળાના બાગના પુષ્પોનો ઉપયોગ કરી સુંદર સુશોભન થકી રંગોળી બનાવી હતી અને સાથે વિદ્યાર્થીઓએ ઘઉંના લોટમાંથી રમણીય દીવડા બનાવી આરતીની થાળી શણગારી સહઅભ્યાસિક પ્રવૃતિઓ કરી બાળકોનું સર્વાગી ઘડતર થાય એ મુખ્ય હેતુ સાર્થક કર્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકગણ નરેશભાઈ પટેલ, દિપીકાબેન તલાવીયા,જનકકુમાર પટેલ જોડાયા હતા. અંતે બાળકોએ શાળામાં ફટાકડા પણ ફોડ્યા હતા.