જામનગર પોલીસ એલર્ટ-SP સૈનીનું સીધું જ માર્ગદર્શન
*જામનગર શહેરમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને એસ.ઓ.જી. શાખા, બૉમ્બ ડિસપોઝલ સ્ક્વોર્ડ તેમજ ડોગ સ્કવૉર્ડ દ્વારા સ્લમ વિસ્તારમાં સધન ચેકિંગ કરાયું*
જામનગર તા ૧૭, જામનગર શહેરમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને સુરક્ષાના ભાગરૂપે એસ.ઓ.જી. શાખા, બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ તેમજ ડોગ સ્ક્વોર્ડ સહિતની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સધન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે કશું વાંધાજનક મળ્યું નથી.
જામનગર જિલ્લાના એસપી ડો. રવિ મોહન સૈનિ ના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર એસ.ઓ.જી. શાખા ના પી.આઈ. બી.એન. ચૌધરીની રાહબરી હેઠળ એસ. ઓ. જી. નો તમામ સ્ટાફ ઉપરાંત બૉમ્બ ડિસપોઝલ સ્ક્વોર્ડ ની સમગ્ર ટીમ, અને એક્સપ્લોઝિવ પદાર્થ તેમજ નારકોટીક ડ્રગ્સ અંગેના સ્નિફર ડોગ ની અલગ અલગ બે ટીમ જોડાઈ હતી.
જેઓ દ્વારા શહેરના સલ્મ વિસ્તારો, જેવા કે બેડી ધરાર નગર, જુના રેલ્વે સ્ટેશન, દિગ્જામ ઓવરબ્રિજ, બાવરીવાસ સહિતના અનેક વિસ્તારો ઉપરાંત પ્રદર્શન મેદાન સ્થિત એસ.ટી. ડેપો સહિતના જ્યારે જાહેર સ્થળો પર સધન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે કોઈપણ સ્થળે કશું વાંધાજનક મળ્યું નથી.
________________
regards
ભરત જી. ભોગાયતા
b.sc.,ll.b.,d.n.y.( GAU)
પત્રકાર
(ગવર્મેન્ટ એક્રેડેટ)
જામનગર
8758659878