વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી, તા-૦૨ ઓક્ટોબર : વિકલાંગ જીવન વિકાસ મંડળ સંચાલિત દિવ્યાંગ આશરાધામ નાની ખાખર ખાતે સંસ્થાના ૩૦ માં સ્થાપના દિન નિમિતે તા.૨૮/૦૯/૨૦૨૫ ના રોજ સંસ્થાના પ્રમુખશ્રી હરીલાલ એન. પટેલ ના અધ્યક્ષ સ્થાને જરૂરીયાતમંદ ત્રીસ દિવ્યાંગ પરીવારોને રાશનકીટ નુ વિતરણ કરવામાં આવેલ. તદ્ઉપરાંત એક દિવ્યાંગ ને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે મુખ્ય મહેમાનશ્રી જાદવજીભાઈ સૈયા ( ગેલડા ) , પટેલ માવજીભાઈ પ્રેમજીભાઈ ( નાની ખાખર ) , કિશોરકુમાર લાલજી ચોથાણી ( મુન્દ્રા ) , પ્રેમીલાબેન લક્ષ્મીચંદ ગડા ( કોડાય ) દિનેશ વીરજી ઠક્કર ( શિવ શક્તિ ફરસાણ – કોડાય ), સમાજ સુરક્ષા અધિકારીશ્રી એન. એસ. ચૌહાણ સાહેબ, મણીલાલભાઈ અમૃતિયા , પાટીદાર સર્વોદય ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભવાનજી ભાણજી રામાણી , અને શાંતિલાલ પેથાભાઈ પટેલ વગેરે મહાનુભવો ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમ માં વર્ષ દરમ્યાન સંસ્થાને સહયોગ આપનાર દાતાશ્રીઓનું શાલ ઓઢાળી ને સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમ માં ઉપસ્થિત મહાનુભવો અને દાતાશ્રીઓ દ્વારા દાન ની સરવાણી વહેવડાવવામાં આવેલ. રાશનકીટ ના દાતાશ્રીઓ જયંતીલાલ શીરવી ( બિદડા ), હરેશ ભાઈ છભાડીયાં ( આસંબીયા ) , મગનભાઈ પટેલ ( બિદડા) તેમજ ટ્રાયસિંકલ ના દાતાશ્રી અ. નિ. વિરાટ સુનિલ ભૂડિયા ( જખણીયા) રહેલ. કાર્યક્રમ ની શરૂઆતમાં મહાનુભવોના હસ્તે દિપ પ્રાગટય કરી પ્રજ્ઞાચક્ષુ કેતનભાઈ સોલંકી ધ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવેલ ત્યાર બાદ સંસ્થાના મંત્રીશ્રી હોથુજી પી. જાડેજા એ સંસ્થા પરીચય અને પ્રસંગ પરીચય આપેલ. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી છાયાબેન લાલન, રણછોડભાઈ પટેલ , નવલસિંહ જાડેજા, રામજીભાઈ ચાવડા, માનસંગજી સોઢા વગેરે ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમ માં જાદવજીભાઈ સૈયા , કિશોરકુમાર ચોથાણી, ડૉ. કાંતિભાઈ રામજીયાણી અને સમાજ સુરક્ષા અધિકારીશ્રી એન. એસ. ચૌહાણ સાહેબ દ્વારા પ્રસંગોઉચીત ઉદબોધન આપવામાં આવેલ. આ કાર્યક્રમ ના ભોજન દાતાશ્રી હરજી સોમજી રામજીયાણી જનકપુર વાળા રહેલ. આવેલ મહાનુભવો , દાતાશ્રીઓ તેમજ દિવ્યાંગ લાભાર્થીઓ નુ સંસ્થાના મંત્રીશ્રી રણછોડભાઈ પટેલે આભાર વ્યક્ત કરેલ . સમગ્ર કાર્યક્રમ નું સંચાલન આશરીયાભાઈ ગઢવી એ સંભાળેલ.