MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારમાં માર્ગ મકાન વિભાગ હસ્તક 8 નવા પુલ બનાવવા જોબ નંબર ફાળવાયા

 

MALIYA (Miyana):માળીયા વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારમાં માર્ગ મકાન વિભાગ હસ્તક 8 નવા પુલ બનાવવા જોબ નંબર ફાળવાયા.

 

 


મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા માળીયા તાલુકામાં (1) રાસંગપર- મેઘપર- દેરાળા- મહેન્દ્રગઢ રોડનો એક ભાગ (2) રાસંગપર-મેઘપર-દેરાળા-મહેન્દ્રગઢ નો બીજો ભાગ (3) ખાખરેચી-વેણાસર રોડ (4) માણાબા-સુલતાનપુર-ચીખલી રોડ (6) એસ.એચ.થી ખીરસરા એપ્રોચ રોડ (7) સ્ટેટ હાઇવે થી નાના દહીસરા એપ્રોચ રોડ તથા મોરબી તાલુકાના રવાપર(નદી) થી સાદુળકા રોડ એમ કુલ 8 રોડના હયાત કોઝવે તથા સાંકળ નાળા પર નવા પુલ બનાવવાની કામગીરી માટે રૂ. 11.00 કરોડના જોબ નંબર ફાળવાયા છે. આ રોડ પર બોક્સ કલવર્ટ અને બોક્સ સેલ બનાવાથી વાહન ચાલકોને ખૂબ અનુકૂળતા રહેશે. મંજૂરીથી સંબંધિત ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાયેલી છે. તેમ યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!