GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નવરાત્રીમા કુમકુમ તિલક ગંગાજળ પ્રસાદ સાથે પાર્ટી પ્લોટમાં એન્ટ્રી આપવાની માંગ

MORBI:મોરબી નવરાત્રીમાં કુમકુમ તિલક ગંગાજળ પ્રસાદ સાથે પાર્ટી પ્લોટમાં એન્ટ્રી આપવાની માંગ

નવરાત્રીનું પર્વ નજીક છે ત્યારે સતત નવ દિવસ સુધી માતાજીની આરાધના અને ભક્તિ હિંદુઓ કરતા હોય છે ત્યારે નવરાત્રીના આયોજકો કુમકુમ ચાંદલો અને ગંગાજળ પ્રસાદ સાથે પાર્ટી પ્લોટમાં એન્ટ્રી આપે તેમજ વલ્ગર કપડા અને ખરાબ ટેટુ કરનારને એન્ટ્રી ના મળે માટે યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી છે

હિંદુ યુવા વાહિનીના મોરબી જીલ્લા પ્રમુખ કે.બી. બોરીચા અને શહેર પ્રમુખ ચેતનભાઈ પાટડીયાની આગેવાનીમાં આજે કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે નવરાત્રીના પર્વમાં છેલ્લા કેટલાક સમયથી પ્રાચીન પદ્ધતિથી ચાલતી ગરબીઓ છોડીને વેસ્ટર્ન કલ્ચરને લોકો અપનાવી રહ્યા છે પાર્ટી પ્લોટ કે નવરાત્રી મહોત્સવમાં ગરબા રમવામાં વિધાર્મીકો અશ્લીલ કપડા, ટેટુ સાથે આવે છે અને માતાજીના ગરબાના સ્થાને ફિલ્મી ગીતો ગાવામાં આવે છે તેવા સમયે હિંદુ લોકોની લાગણીને ઠેસ પહોંચતી હોય છે જેથી પાર્ટી પ્લોટમાં વિધર્મી લોકો દ્વારા ગાવામાં આવતા ગીતોથી હિંદુ ધર્મની લાગણીને ઠેસ ના પહોંચે તેને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી જરૂરી છે જેથી કોઈ આવા ફિલ્મી ગીતો ગાય તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે સાથે જ ગરબા મહોત્સવના આયોજકોને પણ જણાવ્યું છે કે પાર્ટી પ્લોટમાં અંદર આવનાર તમામ લોકોને એન્ટ્રી ગેટ પર કુમકુમ ચાંદલો અને ગૌમૂત્રની ગંગાજળ પ્રસાદી લીધા બાદ જ એન્ટ્રી આપવી અને વલ્ગર કપડા તેમજ ખરાબ ટેટુ કરાવેલ વ્યક્તિને એન્ટ્રી ના આપવી અને કુમકુમ ચાંદલો અથવા પ્રસાદી ના લે તેવા વ્યક્તિને એન્ટ્રી આપવી નહિ પાર્ટી પ્લોટ આયોજકો આઈ કાર્ડ ચેક કરી એન્ટ્રી આપે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું છે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!