તા.૨૫.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રોટરી સેવા સંસ્થાન દ્વારા ઠંડી ના રક્ષણ માટે ગરીબો તથા જરુરિયાત મંદો ને ધાબળા નુ વિતરણ
દાહોદ. પુવૅ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયેજી ની ૧૦૦ મી જન્મ જયંતિ નિમિત્તે માનવસેવા તથા વિવિધ સામાજિક સેવાઓ કરતી સ્વૈચ્છિક સંસ્થા રોટરી સેવા સંસ્થાન દાહોદ ના સેવાભાવી અને માનવસેવા ને વરેલા ઉત્સાહી પ્રમુખ ડો.નરેશભાઈ ચાવડા ના માગૅદશૅન અને નેતૃત્વ હેઠળ રોટરી સેવા સંસ્થાન દાહોદ ના સેવાભાવી અને કમૅઠ સભ્યો રમેશભાઈ સરૈયા તથા સાથે સંકળાયેલા સભ્યો દ્વારા દાહોદ ના વિવિધ વિસ્તારોમાં ઠંડી ના રક્ષણ માટે ધાબળા નુ વિતરણ કરવામાં આવ્યુઆ અવસર પર ભીલ સેવા મંડળ દાહોદ ના મંત્રી મુકેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા