
બ્રિજેશકુમાર પટેલ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ નગરના ચાર રસ્તા ખાતે ઉનાળાની આ કાળ-ઝાળ ગરમીને ધ્યાને લઈને નગરમાં રહેતા પંચાલ સમાજ ના અગ્રણી અને વેપારી સુરેશભાઈ મણીલાલ પંચાલ તેમજ જે.કે.સિમેન્ટ કંપની ના સહયોગ થી ઠંડી છાશનું વિતરણ કરાયું હતું. નેત્રંગ નગર સહિત પંથક ભરમાં તાપમાનનો પારો૪૩ થીઠંડી છાશનું વિતરણ૪૫ ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યો છે, લૂ તેમજ ડીહાઈડ્રેશનના બનાવો બનતા રહે છે, ત્યારે ગરમીથી આંશિક રાહત રાહદારીઓને મળી રહે એ હેતુથી આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. વાહન ધારકો થી લઈ ને આમ રાહદારીઓ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.


