ટીંબાગામ પ્રાથમિક શાળાના બાળકોને સાહિત્ય વિતરણ.

તારીખ ૧૭/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. બાળકો પણ વેકેશન ની મોજ માણી રહ્યા હશે. કોઈક મામા ને ત્યાં તો કોઈક ફોઈ. ફુવા ને ત્યાં પણ આ મોજની સાથે સાથે શિક્ષણ પણ ખુબજ જરૂરી હોવાથી પંચમહાલ જિલ્લા ની ગોધરા તાલુકાની ટીંબાગામ પ્રાથમિક શાળાના આચાર્ય સતિષભાઈ પ્રજાપતિ ને એક વિચાર આવ્યો કે શાળાના બાલવાટીકા અને ધોરણ 1 અને 2 એ શિક્ષણ નો પાયો છે તેવા સમયે આ બાળકોનો પાયો વધું મજબૂત બંને તે માટે મૂળાક્ષર લેખન અને રમતા રમતા ગણિત ની ડાયરી સ્વરૂપ સાહિત્ય તૈયાર કરી આજરોજ શાળામાં જઈ બાળકો ને આ સાહિત્ય નું વિતરણ કરવામાં આવ્યું. આનો મુખ્ય હેતુ એજ કે નાના બાળકો એક વર્ષ દરમિયાન જે કઈ શીખ્યા છે તે આ વેકેશન ગાળામાં ભૂલી ના જાય અને તેમનો સતત મહાવરો ચાલુ રહે આજે 25 જેટલા બાળકોને સાહિત્ય નું વિતરણ કરવામાં આવ્યું આગામી સમય માં ધોરણ -3/4/5 ના વિદ્યાર્થીઓને પણ તેમના વિષય ને લાગતું સાહિત્ય આપવામાં આવશે.






