
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૩ જાન્યુઆરી : શ્રી વિકલાંગ જીવન વિકાસ મંડળ સંચાલિત દિવ્યાંગ આશરાધામ નાની ખાખર ખાતે તા.૧૩/૦૧/૨૦૨૬ નાં રોજ મકરસંક્રાતિ ના પાવન પર્વ નિમિતે ત્રીસ જેટલા જરૂરીયાતમંદ દિવ્યાંગ પરીવારો ને દાતાશ્રીઓ અક્ષરનિવાસી પ્રેમજીભાઈ નારાણભાઈ છભાડીયા મોટા આસંબીયા , સરોજબેન દવે ભુજ, બ્લૂ ફિઆરલ દુર્ગાપુર ના સહયોગ થી અડદીયા , ચિક્કી , મમરા લાડુ અને ખજૂર નુ વિતરણ સંસ્થાના પ્રમુખ હરીલાલ એન પટેલ ના અઘ્યક્ષ સ્થાને કરવામાં આવેલ. કાર્યક્રમ ની શરૂઆત માં સંસ્થા ના મંત્રી હોથુજી પી જાડેજા એ લાભાર્થીઓનુ તેમજ મહેમાનો નુ સાબ્દિક સ્વાગત કરેલ તેમજ મકરસંક્રાતિ ની શુભકામનાઓ આપેલ. આવેલ દિવ્યાંગોને ભીમશીભાઈ ગઢવી બલરામ હોટલ ભુજપુર તરફથી ગરમ નાસ્તો આપવામાં આવેલ. આ પ્રસંગે સંસ્થાના મંત્રી રણછોડભાઈ પટેલ , ટ્રસ્ટી કુસુમબેન ગાલા તથા નાનજીભાઈ કોલી વગેરે ટ્રસ્ટી ઓ હાજર રહેલ. આ કાર્યક્રમ નુ સમગ્ર આયોજન સંસ્થા ના વ્યવસ્થાપક ખુશાલભાઈ ગાલા તથા હમીરભાઇ રબારી એ સંભાળેલ.







