સુરક્ષાસેતુ સોસાયટી અંતર્ગત નવા કાયદાની થીમ પર ચિત્ર,ઓડીયો તથા વિડીયો સ્પર્ધાના વિજેતાઓને એસ.પી.હિમાંશુ સોલંકી હસ્તે ઈનામ વિતરણ.

તારીખ ૦૧/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ ત્રણ નવા કાયદો (૧) ભારતીય ન્યાય સંહિતા–૨૦૨૩ (૨) ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ (૩) ભારતીય સાખ્ય અધિનીયમ–૨૦૨૩ અંગે જાગૃતિ લાવવા સુરક્ષાસેતુ સોસાયટી અંતર્ગત નવા કાયદાની થીમ પર ચિત્ર,ઓડીયો તથા વિડીયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પંચમહાલ જીલ્લાના નાગરીકોને સોશિયલ મીડીયા ફેસબુક, ટવીટર તથા મીડીયા મારફતે પ્રચાર-પ્રસાર કરી આ સ્પર્ધામાં ભાગ લેવા પ્રેરવામાં આવેલ જેમા નાગરીકોએ પોતાના ચિત્ર,ઓડીયો તથા વિડીયો ઈ-મેઈલ મારફતે મોકલી આપી સ્પર્ધામાં ભાગ લીધેલ.સરકારી/બિનસરકારી સભ્યોની નિયત પેનલ દ્વારા આ સ્પર્ધાનું નીચે મુજબ પરીણામ જાહેર કરવામાં આવેલ. સ્પર્ધાનું પ્રથમ ઈનામ દ્રિતીય ઈનામ તૃતિય ઈનામ ચિત્ર સ્પર્ધા દેવેન્દ્રકુમાર યુ.ચૌહાણ,સરસ્વતી એન.પરમાર,પિન્કલબેન ઉદેસિંહ બારીયા ઓડિયો સ્પર્ધા માહી શૈલેશભાઈ વરીયા,પલક કમેલશકુમાર વિડજા, વિધાબેન બી.પટેલ વિડિયો સ્પર્ધામાં પ્રિયાંસી એન.રાજપુત,પરેશ એન.સુથાર,સુનંદાબેન બારીયા ઉપરોક્ત સ્પર્ધાઓના વિજેતાઓને પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કમીટી અધ્યક્ષ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાઓના હસ્તે ઈનામો વિતરણ કરી અભિનંદન પાઠવવામાં આવેલ.







