GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

તાજપુરા નારાયણ બાપુ આશ્રમ ખાતે જીલ્લા ભાજપ મંત્રી ડો..પરાગભાઇ પંડ્યા નું સન્માન કરવામાં આવ્યું

 

તારીખ ૦૫/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

નારાયણ બાપુ આશ્રમ ખાતે ફાગણી પૂનમના પાવન દિવસે પરમ પૂજ્ય રાજેશ બાપુ અને નિશુ બાપુના હસ્તે ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જીલ્લા મંત્રી ડો.પરાગ પંડ્યા નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસર પર આશ્રમ તથા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીશ્રીઓ અને નારાયણ બાપુ પરિવાર દ્વારા હાર્દિક સન્માન આપવામાં આવ્યું હતું જ્યાં નારાયણ બાપુની પવિત્ર પ્રતિમાનાં સાનિધ્યમાં, જયનારાયણ ઘર ખાતે મળેલ આ સન્માન બદલ ડો. પરાગ પંડ્યાએ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, “આશ્રમ અને બાપુશ્રીના આશીર્વાદથી મળેલ આ આશીર્વાદરૂપ સન્માન માટે આભાર વ્યક્ત કર્યો હતો.આ વિશેષ સન્માન સમારોહનું આયોજન તાજપુરા નારાયણ બાપુ આશ્રમ,નારાયણ આઈ હોસ્પિટલ અને ગૌશાળા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય ટ્રસ્ટી રાજેશભાઈ રાજગોર, મુખ્ય ટ્રસ્ટી નિશુ બાપુ રાજગોર, જયંતિભાઈ પંચાલ, સુનિલભાઈ ટ્રસ્ટી તથા ભરતસિંહજી પરમાર (પૂર્વ રાજ્યસભા સાંસદ અને સિનિયર નેતા, ભાજપ ગુજરાત) ઉપસ્થિત રહ્યા અને શુભકામનાઓ પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. અંતમાં ડો. પરાગ પંડ્યાએ તમામ ટ્રસ્ટીશ્રીઓ, આશ્રમ પરિવાર અને ઉપસ્થિત મહાનુભાવોને દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!