દરેક બુથ સુધી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણાનો જન સંપર્ક, માણાવદર તાલુકાની મટીયાણા જિલ્લા પંચાયત સીટના બુથ પ્રવાસે કાર્યકર્તાઓમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર
દરેક બુથ સુધી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણાનો જન સંપર્ક, માણાવદર તાલુકાની મટીયાણા જિલ્લા પંચાયત સીટના બુથ પ્રવાસે કાર્યકર્તાઓમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર

ભારતીય જનતા પાર્ટી, જૂનાગઢ જિલ્લા પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા દ્વારા સમગ્ર જિલ્લામાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને પાયાના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા માટે ચાલી રહેલા બુથ પ્રવાસ અભિયાન અંતર્ગત આજરોજ માણાવદર તાલુકાની મટીયાણા જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતા વિવિધ ગામોના બુથોનો સઘન પ્રવાસ કરવામાં આવ્યો. બુથ સમિતિ સાથે આત્મીય સંવાદ અને માર્ગદર્શન પ્રવાસ દરમિયાન બુથ સમિતિના હોદ્દેદારો, વરિષ્ઠ કાર્યકર્તાઓ, શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓ તથા ગામના આગેવાનો સાથે આત્મીય બેઠક યોજી બુથ મેનેજમેન્ટ, સંગઠનાત્મક કામગીરી, આગામી કાર્યક્રમો તેમજ દરેક બુથને વધુ સશક્ત બનાવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. સમાજના અગ્રણી સેવાભાવીઓ સાથે મુલાકાત આ ઉપરાંત ગામોમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત નાગરિકો, સમાજસેવકો, ગૌશાળાના સંચાલકો, ખેડૂતો તથા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપતા આગેવાનોની મુલાકાત લઈ તેમના સેવાકીય કાર્યોને બિરદાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. પ્રથમ વખત દરેક બુથ સુધી જિલ્લા પ્રમુખની સીધી પહોંચ જિલ્લા પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણાના આ બુથ પ્રવાસથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓમાં નવી ઊર્જા, ઉત્સાહ અને આત્મવિશ્વાસનો સંચાર જોવા મળી રહ્યો છે. સમગ્ર જૂનાગઢ જિલ્લામાં પ્રથમ વખત જિલ્લા પ્રમુખ દ્વારા દરેક બુથ સુધી પહોંચી કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરવામાં આવી રહ્યો હોવાથી કાર્યકર્તાઓમાં વિશેષ આનંદ, ઉલ્લાસ અને સંગઠન પ્રત્યે નવી પ્રતિબદ્ધતા જોવા મળી રહી છે. ‘મજબૂત બુથ – મજબૂત ભાજપ’ના સંકલ્પને વધુ વેગ ભારતીય જનતા પાર્ટીનું “મજબૂત બુથ – મજબૂત ભાજપ” નું સંકલ્પ સાકાર કરવા માટે આવા બુથ પ્રવાસો સંગઠનને વધુ સશક્ત બનાવવાની સાથે જનઆધારને વધુ વિસ્તૃત અને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





