BODELICHHOTA UDAIPURGUJARATJETPUR PAVIKAVANTNASAVADISANKHEDA

સાયકલ રેલી દ્વારા વિશ્વવિખ્યાત ભાતીગળ “ગેર મેળા” વિશે જાહેરજનતા માહિતગાર કર્યા – જિલ્લા કલકેટરશ્રી ગાર્ગી જૈન

“ગેર મેળો -૨૦૨૫”

—–

જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ગેર મેળો – ૨૦૨૫ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરાયું

—–

૩૭ કી.મી. રેલીમાં ૨૦૦ થી વધુ અધિકારીશ્રી અને કર્મચારીઓએ ભાગીદારી નોંધાવી

—–

સાયકલ રેલી દ્વારા વિશ્વવિખ્યાત ભાતીગળ “ગેર મેળા” વિશે જાહેરજનતા માહિતગાર કર્યા – જિલ્લા કલકેટરશ્રી ગાર્ગી જૈન

——

નસવાડી તાલુકાની શ્રીનાથજી હોટેલ ચોકડીથી પ્રારંભાયેલી રેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના પરેડ ગ્રાઉન્ડ ખાતે સમાપન થઈ

——

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ખાતે હોળીના ત્રીજા દિવસે દર વર્ષે વિશ્વવિખ્યાત ભાતીગળ “ગેર મેળા” યોજાય છે. આ મેળાના આયોજનના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ગેર મેળો – ૨૦૨૫ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નસવાડી તાલુકાની શ્રીનાથજી હોટેલ ચોકડીથી પ્રારંભાયેલી રેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના પરેડ ગ્રાઉન્ડ ખાતે સમાપન થઈ હતી.

છોટાઉદેપુરના કલેક્ટર સુશ્રી ગાર્ગી જૈનએ જણાવ્યુ હતું કે, છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ખાતે હોળીના ત્રીજા દિવસે એટલે કે, ૧૬ મી માર્ચે “ગેર મેળા” યોજાનાર છે. જેના ભાગરૂપે આજરોજ છોટાઉદેપુર જિલ્લા વહિવટી તંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતા નગરના સંયુક્ત ઉપક્રમે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેનો મુખ્ય ઉદ્દેશ ગેર મેળામાં મોટી સંખ્યામાં લોકભાગીદારી જોવા મળે.

સાયકલ રેલી તા. ૧૨ માર્ચના રોજ સવારે ૦૬:૩૦ વાગ્યે નસવાડી તાલુકાની શ્રીનાથજી હોટેલ ચોકડીથી પ્રસ્થાન કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના એકતા પરેડ ખાતે સમાપન થઈ હતી. અંદાજિત ૩૭ કી.મી. રેલીમાં ૨૦૦ થી વધુ અધિકારીશ્રી અને કર્મચારીઓએ ભાગીદારી નોંધાવી હતી. જેમો મુખ્ય ઉદ્દેશ વિશ્વવિખ્યાત ભાતીગળ “ગેર મેળા” વિશે છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ સહિત અન્ય જિલ્લાના લોકો જાણે અને મેળાનો લ્હાવો લઈ શકે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતા નગર દ્વારા કુલ ૧૨૫ સાયકલની ફાળવણી કરવામાં આવી અને સંપુર્ણ સહયોગ મળ્યો હતો.

આ રેલીમાં છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તીયાઝ શેખ, પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશ કુમાર શર્મા, છોટાઉદેપુરના નિવાસી અધિક કલેકટરશ્રી શૈલેશ ગોકલાણી, SOU ના અધિક કલેકટર સર્વશ્રી નારાયણ માધુ, , ગોપાલ બામણીયા, દર્શક વિઠલાણી,નાયબ કલેકટરશ્રી સર્વશ્રી પ્રિતેશ પટેલ, વિમલ બારોટ અને, અભિષેક સિન્હા ,છોટાઉદેપુરના આયોજન અધિકારીશ્રી હર્ષદ પ્રજાપતિ સહિત, પોલીસ સ્ટાફ .મહેસૂલી અધિકારી શ્રી અને કર્મચારીઓ મોટીં સંખ્યામાં રેલીમાં જોડાયા હતાં.

બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર

Back to top button
error: Content is protected !!