GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
જીલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક દ્વારા કાલોલ નગરપાલિકા ની ચુંટણી અન્વયે મતદાન કેન્દ્રો ની મુલાકાત લીધી
તારીખ ૧૨/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકાની આગામી ૧૬ ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણીને લઈ જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા વિશેષ વ્યૂહરચના તૈયાર કરી છે ત્યારે આજરોજ બપોરે જીલ્લા કલેક્ટર આશીષકુમાર, જીલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી ચૂંટણી અધિકારી એન બી મોદી સાથે મદદનીશ ચુંટણી અધિકારી અને કાલોલ મામલતદાર વાય જે પુવાર તથા કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ડી ભરવાડ કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર મિલાપભાઇ પટેલ અને પોલીસ સ્ટાફ સાથે કાલોલ નગરના જુદા જુદા મતદાન મથકો ની મુલાકાત લીધી હતી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરી જરૂરી સુચનાઓ આપી હતી.