સાબરડેરી કર્મચારી સહકારી મંડળી લી.દ્વારા PM સૂર્યઘર યોજના હેઠળ પ્રશંસનીય કામગીરી
સાબરડેરી કર્મચારી સહકારી મંડળી લી.દ્વારા PM સૂર્યઘર યોજના હેઠળ પ્રશંસનીય કામગીરી :
ગૌરવવંતી ગુજરાતના પનોતા પુત્ર એવા આપણા યશસ્વી લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન અને પ્રેરણાથી આપણું ગુજરાત શ્વેત ક્રાંતિ થકી અમૂલ સહકારી મોડલની સાથે સાથે રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે સમગ્ર દેશનું નેતૃત્વ કરી રાહ ચીંધી રહ્યું છે ત્યારે ગુજરાત સરકારશ્રીની રીન્યુએબલ એનર્જી માટેની ચળવળ અને ઉર્જા નીતિના કારણે સમગ્ર ભારતમાં PM સૂર્ય ઘર યોજનાનો બહોળો પ્રતિસાદ ગુજરાતમાં મળ્યો છે.ગુજરાતમાં સહકારી દૂધ વ્યવસાયમાં અગ્રિમ હરોળનું સ્થાન શોભાવતી સાબરડેરીના કર્મચારીઓ દ્વારા સંચાલિત સાબરડેરી કર્મચારી સહકારી મંડળી લી.પણ વડાપ્રધાનશ્રીના રીન્યુએબલ એનર્જી માટેના સંકલ્પને સાકાર કરવા હેતુ ભારત સરકારની સૂર્ય ઘર યોજના અંતર્ગત મંડળીના સભાસદો તથા ગ્રાહકો માટે કિફાયતી ભાવે રૂફ ટોપ સોલર સીસ્ટમ લગાવવા માટે પ્રશંસનીય યોજના બહાર પાડેલ છે.આ યોજના અંતર્ગત સાબરડેરીના ૬૦૦ જેટલા કર્મચારીઓએ રૂફ ટોપ સોલર સીસ્ટમ લગાવવા આવેદન આપેલ છે. સોલાર રૂફ ટોપની સ્થાપના થયે ભારત સરકારશ્રીના રીન્યુએબલ એનર્જીના પ્રયાસને વેગ આપવાના ઉમદા કાર્યમાં સાબરડેરીના કર્મચારીઓ સંચાલીત સાબરડેરી કર્મચારી સહકારી મંડળી લી.પણ સહભાગી થશે સાથે સાથે કર્મચારીઓ અને ગ્રાહકોને રીન્યુએબલ એનર્જીના ઉપયોગથી આર્થિક બચત થવાની સાથે પર્યાવરણ સંરક્ષણમાં પણ યોગદાન પૂરું પાડશે.
અહેવાલ:- પ્રતીક ભોઈ