સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ

તા.21/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર કે.એસ.યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે મળી હતી આ બેઠકમાં સાંસદ ચંદુભાઈ શિહોરાએ સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા CSR હેઠળ કરવામાં આવેલી ખર્ચ અને કામગીરીની વિગતોને લગત પ્રશ્ન રજૂ કર્યો હતો ધારાસભ્ય પી.કે.પરમારે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા કરવામાં આવેલી જમીન સંપાદનમાં હદ નિશાન, નોંધ, માર્ગ અને મકાન પંચાયત અને રાજ્ય હસ્તકના રોડ-રસ્તા રીપેરીંગ, પ્રગતિ હેઠળનાં કામો, અતિવૃષ્ટિ સહાય પેકેજ સહિતનાં પ્રશ્નો રજૂ કર્યો હતો, જેના સંદર્ભે કલેકટરએ સંબંધિત અધિકારીઓને નિયત સમયગાળામાં પ્રશ્નનો ઉકેલ લાવવા માટે તાકીદ કરી હતી જિલ્લા કલેકટર કે. એસ. યાજ્ઞિકે બેઠકમાં ઉપસ્થિત તમામ અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી કે સામાન્ય નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો નિકાલ સર્વોચ્ચ અગ્રતાના ધોરણે અને તાત્કાલિક કરવામાં આવે તેમણે સંબંધિત અધિકારીઓને તાકીદ કરતાં કહ્યું હતું કે ‘પ્રો-એક્ટિવ’ અભિગમ અપનાવી તમામ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને લોકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે તે જોવાની હિમાયત કરી હતી આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, સર્વે મામલતદારઓ, સર્વે તાલુકા વિકાસ અધિકારીઓ સહિત જિલ્લાનાં સંબધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





