GUJARATKUTCHMANDAVI

કચ્છના પરંપરાગત કલાના સ્થાનિક કલાકારોને જિલ્લા માહિતી કચેરીએ નોંધણી કરાવવા ઈજન.

ડાયરા, ભવાઈ, નાટકો, શેરીનાટકો, કઠપૂતળી, કથાકીર્તન, લોકસંગીત, લોકનૃત્યો જેવા લોક અને પરંપરાગત માધ્યમોના કલાકારો ફોર્મ ભરીને નોંધણી કરાવી શકશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૮ જુલાઈ  : ભુજ-કચ્છ દ્વારા કચ્છના ગામડાઓ અને શહેરોમાં સમયાંતરે ડાયરા, ભવાઈ, શેરીનાટકો, કઠપૂતળી શૉ, કથા-કીર્તન, લોકસંગીત, લોકનૃત્યો જેવા લોકમાધ્યમો/પરંપરાગત માધ્યમોના કાર્યક્રમો યોજવામાં આવે છે. આ કાર્યક્રમોના માધ્યમથી સ્થાનિક કલા અને કલાકારોને પ્રોત્સાહન પુરું પાડવામાં આવે છે. સાથે જ સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ, કાર્યક્રમો તેમજ સિદ્ધિઓને રાજ્યના અંતરિયાળ વિસ્તારના નાગરિકો સુધી પહોંચાડવવામાં આવે છે.આ કાર્યક્રમો માટે ડાયરા, ભવાઈ, શેરીનાટકો, કઠપૂતળી શૉ, કથા-કીર્તન, લોકસંગીત, લોકનૃત્યોના કલાકારો તેમજ સંલગ્ન ક્ષેત્ર સાથે સંકળાયેલી સંસ્થાઓની યાદી તૈયાર કરવાની હોય સંબંધિત પરંપરાગત અને લોકમાધ્યમો સાથે સંકળાયેલા કચ્છ જિલ્લાના કલાકારોએ નિયત નમૂનાનું ફોર્મ જિલ્લા માહિતી કચેરી, ભુજ-કચ્છ ‘માહિતી ભવન’, બહુમાળી ભવનની સામે, ભુજ-કચ્છ, પીન -૩૭૦૦૦૧થી રૂબરૂ મેળવીને નોંધણી માટે અરજી કરવાની રહેશે. વધુ વિગત માટે કચેરીનો સંપર્ક કરવા નાયબ માહિતી નિયામક ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!