SRF ફાઉન્ડેશન દ્વારા ભરૂચ તાલુકામાં મોડલ આંગણવાડી ટંકારિયા કેન્દ્રનું ઉદ્દઘાટન જિલ્લા ICDS પ્રોગ્રામ ઓફીસર કાશ્મીરા સાવંતના હસ્તે કરવામાં આવ્યુ “

SRF ફાઉન્ડેશન છેલ્લા ઘણાં વર્ષથી ભરૂચ, દહેજ અને નેત્રંગ તાલુકામાં કુલ 89 જેટલી આંગણવાડી કેન્દ્રમાં કામ કરે છે. અને સાથે સાથે શિક્ષણ ની ગુણવત્તા અને મોડેલ આંગણવાડીમાં પરીવર્તન કરવામાં કામ કરી રહી છે. આજે ભરૂચ તાલુકાની ટંકારિયા આંગણવાડી કૅન્દ્ર – ૩ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ જેમાં SRF ફાઉન્ડેશન દ્વારા આંગણવાડી કેન્દ્રમાં રીપેરીંગ કામ, મરામત, વોટરપ્રુફિંગ, ટોઇલેટ,આંગણવાડીને કલરકામ, બાલા ચિત્રોનું દીવાલ પર ચિત્રણ જેથી બાળકોને કેન્દ્ર માં આવવાની ઉત્સાહ આવે. બાળકોને બેસવા માટે ફર્નિચર, સ્ટેસનરી, વર્કબુકો, સ્વચ્છતા કીટ અને વજન ઊંચાઈ માપવાના સાધનો,ડિજિટલ સાધનો ઈન્ફોએનટો મીટર, સ્ટેડીઓ મીટર જેવા ઉપયોગી સાધનો આપવામાં આવ્યા છે.
આંગણવાડી ઉદ્દઘાટન કાર્યક્રમમાં મુખ્ય મહેમાં તરીકે ભરૂચ જિલ્લા ICDS પ્રોગ્રામ ઓફીસર કાશ્મીરા સાવંત , SRF ફાઉન્ડેશન ના સિનિયર પોગ્રામ ઓફીસર નિશા જુનેજા, ભરૂચ તાલુકાના CDPO પૂજાબેન ભાટિયા અને સુપરવાઈઝર સંગીતા બેન હજાર રહ્યા હતા.
પ્રોગ્રામ ની શરૂઆત પ્રાથૅના કરીને કરવામાં આવી ત્યારબાદ બાળકોએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું. આ શુંભ પ્રસંગ દરમ્યાન ગામના વાલીઓ, સરપંચ, તલાટી તેમજ આંગણવાડી ના બાળકો હજાર રહ્યા હતા. મુખ્ય મહેમાન કાશ્મીરા સાવંત દ્વારા નવી બનાવેલ આંગણવાડી કેન્દ્રને રીબીન કાપીને ઉદ્દઘાટન કરવામાં આવ્યુ.
મુખ્ય મહેમાન દ્રારા સરો પ્રતિસાદ મળ્યો હતો, આંગણવાડી ને SRF દ્વારા રિપેર અને રીનોવેસ્શન કરવા બદલ આભાર માન્યો હતો.
આંગણવાડી બહેનોએ SRF ફાઉન્ડેશનનો આભાર વ્યકત કરતાં જણાવ્યું કે સંસ્થા ખુબજ ઉમદા અને એક મોડેલ આંગણવાડીમાં જે સુવિધાઓ હોવી જોઇએ એ દરેક વસ્તુ પૂરી પાડી છે એ બદલ SRF ફાઉન્ડેશન નો આભાર વ્યક્ત કર્યો અને ખાતરી આપી કે આંગણવાડીના વિકાસમાં સતત મદદરૂપ થશે અને બીજાને પણ જોડશે.




